________________
અપૂર્વ બ્રહ્મચર્યની શક્તિનો પરિચય મળશે. વચનસિદ્ધ પૂ.શ્રીએ અનેક સંઘોમાં માર્ગદર્શન આપી કલ્યાણકારી કાર્યો કરાવ્યાં છે.
એક વખત પાલીતાણામાં તખતગઢની ધર્મશાળાના મંદિરમાં પ્રતિષ્ઠા પ્રસંગે અનેક ભાવિકો આવેલા. તેમાંથી બેંગ્લોર અને રાજસ્થાનના બે શ્રાવકોની મોટરને અકસ્માત થયો. એક ૧૬ વર્ષના કિશોરનું માથું છુંદાઈ ગયું. આ અમંગળથી સહુ ધ્રુજી ઉઠ્યા. અરે, હવે શું થશે? તરત જ સૌ પૂ. આચાર્ય ભગવંત પાસે દોડી ગયા. ડૉક્ટર પાસે ટાંકા લેવડાવ્યા. સાહેબજીએ માથે ઓઘો ફેરવી દીધો ને બીજી ક્ષણે કિશોર દોડતો થઈ ગયો. આવા તો અનેક પ્રસંગો તેમના જીવનમાં થયા છે.
સંઘોની અંદર એકતા કરાવનારા અને શાસ્ત્રચુસ્ત એવા પ.પૂ. આ.ભ. શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સાને કોટી વંદના. છટ્ટ કરી સાત યાત્રા કરવાનું તમને કેટલી વાર મન થાય ? આ મહાત્માએ કેવો વિશ્વરેકોર્ડ કર્યો કે છઠ્ઠથી નવ્વાણું યાત્રા !! અને તેવા છટ્ટ પણ ૨૫૦ થી વધુ!! શ્રી આદિનાથ દાદાના મહાન ઉપકારને યાદ કરી આ મહાત્મા વારંવાર પાલીતાણા પહોંચી યાત્રા કર્યા કરે છે.
આપણે પ્રાર્થીએ આ મહાપુરુષ અલ્પ કાળમાં અરિહંત બનીને સિદ્ધ બને અને અનેકને બનાવે. આપણી આંખ સમક્ષ જ બનેલા આ પ્રસંગને જાણી આપણે આપણા આત્માને જગાડવો જોઈએ. તમે બધા પણ આવા અનંત કલ્યાણ કરનારા આ આદિનાથ દાદાની અને પરમ તારક જિનશાસનની ખૂબ જ સેવા ભાવ અને ઉમંગથી કરો. ધર્મથી અજાણ્યો યુવાન પણ આવી સાહસિક સાધના કરી શકે છે એ સત્યનું ઊંડું મનોમંથન કરીને તમે પણ શ્રદ્ધા અને વિશ્વાસ પેદા કરી હિંમતથી યથાશક્તિ આદર્શ શ્રાવકપણું પાળવાનો દઢ નિશ્ચય કરો એ શુભાભિલાષા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org