________________
૫ સવાન આવી પહોંચી. વ્હીસલ મારીને જાહેર કરવામાં આવ્યું કે જ નજરમેં આયેગા શૂટ હો જાયેગા.’ એક જ સેકંડમાં ગુંડાઓ સ્થળ છોડાન પી પૂંછડીએ પાછલા દરવાજેથી ભાગી ગયા. મંત્રાધિરાજ અને કાયોત્સર્ગના પ્રભાવે મુનીશ્રીની પ્રાણરક્ષા અને સાધ્વીજીઓની શીલરક્ષા ચમત્કારીક રીતે થઇ જવા પામી હતી. અનેક શ્રાવકો આ ઘટનાના સાક્ષી છે. જાપ રોજ કરી, ધર્મ ખૂબ સેવી......એવો આત્મસાત્ કરીએ કે કટોકટીમાં, ભયંકર આપત્તિમાં, પરલોકગમનવેળાએ આ ધર્મ અને જાપ આપણા હોઠે અને હૈયે હોય, હોય ને હોય જ. [૭] આરાધનાએ આફતને ભગાડી
કલકત્તાની વાત છે. ૨૬ વર્ષ પહેલાં ધસમસતું ભયંકર વાવાઝોડું દૂર દેશથી કલકત્તા તરફ આવી રહ્યું હતું. આગાહી જાહેર કરાયેલી કે વાવાઝોડું કલકત્તા પર ત્રાટકવાની સંભાવના ઘણી છે. હજારો લોકો કલકત્તા છોડી ભાગવા માંડ્યા. ત્યારે ૫.પૂ.પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવર (પછી આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.) કલકત્તામાં બિરાજમાન હતા. તેમણે સંઘને આ આપત્તિથી બચવા ભાવથી ધર્મના શરણની અને આરાધનાની વાત કરી. પ્રેરણા કરી કે આખો સંઘ આખી રાત શ્રી નવકાર મંત્ર ગણે. પોતે પણ જાપમાં બેસી ગયા! ધર્મ પ્રભાવે વાવાઝોડું બીજી દિશામાં ચાલ્યું ગયું. એ એટલું પ્રચંડ હતું કે જ્યાં ગયું તે તરફ પણ લગભગ ૪ હજાર માણસો મરી ગયા. કલકત્તા પર ત્રાટક્યું હોત તો કદાચ લાખોની જાનહાનિ થઇ હોત. કુદરતી આફત વખતે હે શ્રદ્ધાળુઓ, સંપૂર્ણ શ્રદ્ધાથી ધર્મ આરાધના ખૂબ વધા૨વી. ભયંકર આપત્તિથી બચાવવાની તાકાત એક માત્ર ધર્મમાં જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org