________________
આ ધરમચંદજીએ ક્યારેય દવા લીધી નથી! તાવ વગેરે બિમારી આવે ત્યારે દવા ન કરે પરંતુ અટ્ટમ કરે ! અને રોગ મટી જાય ! ધર્મ પર કેવી જોરદાર શ્રદ્ધા! કહ્યું પણ છે ને કે પુણ્ય પાપ ઠેલાય. ધર્મથી-સત્કાર્યથી પાપ-અશુભ કર્મ નાશ પામે છે. [૫] કિશોરે તીર્થયાત્રામાં અઢાઇ કરી
૮૮ વર્ષ પૂર્વે પ્રેમચંદ ૧૬ વર્ષનો કિશોર હતો. પાલિતાણા યાત્રાએ ગયો. હળુકર્મી જીવનો આવા શાશ્વત તીર્થાધિરાજની યાત્રાથી ઉલ્લાસ એટલો વધી ગયો કે અફાઈ કરી ! યાત્રા, તપ વગેરેના પ્રભાવે ઘણાં કર્મ ખપી ગયાં. સાધુના દર્શન થતાં આ ભાગ્યશાળીને સંયમના ભાવ થયેલા. પછી તો દીક્ષા મેળવવા ભગીરથ પુરુષાર્થ કર્યો! ૩૬ માઈલ ચાલતા જઈ પ.પૂ. આ.ભ.શ્રી વિજય દાનસૂરીશ્વરજી મ.નાં ચરણોમાં પડી પાલિતાણામાં જ દીક્ષા લીધી!! પછી તો પોતે દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણે રતોની જોરદાર આરાધના કરી. સ્વ અને પરનું ખૂબ ખૂબ કલ્યાણ કર્યું. . જિનશાસનનાં ચરણોમાં ૩૫૦ જેટલા સાધુઓની ભેટ ધરનારા, અનેક શિષ્યો પાસે લાખો શ્લોક પ્રમાણ કર્મગ્રંથને સુગ્રથિત કરાવનારા, અગણિત ગુણોના નિધિ એવા આ જિનશાસનના ઝગમગતા સિતારાનો લગભગ ૨૮ વર્ષ પૂર્વે સ્વર્ગવાસ થયો. શ્રી સંઘના ઘણા મોક્ષાર્થીઓએ આ મહાપુરુષને ખૂબ અહોભાવથી દિલમાં બિરાજમાન કર્યા છે. એમનું બ્રહ્મચર્ય એટલું નૈષ્ઠિક હતું કે “ગુરુદેવ શ્રી પ્રેમસૂરયે નમઃ” ની નવકારવાળી ગણી ઘણાંયે પોતાના ચારિ મોહનીય કર્મનો ભૂકો કરી શીઘ કલ્યાણ સાધ્યું. મારે તો એટલું ખાસ કહેવું છે કે નાનો એવો કિશોર ભગવાનની ભક્તિમાં એવો મસ્ત બની ગયો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org