________________
અને રાજેન્દ્રભાઈના આશ્ચર્ય વચ્ચે માત્ર એક વર્ષમાં એમને ઘરે પારણું બંધાયું! દીકરો જભ્યો અને ભગવાન પ્રત્યે દિલમાં દૃઢ શ્રદ્ધા થઈ ગઈ. અવિશ્વાસ અને અશ્રદ્ધા સાથે બોલાયેલા શબ્દો માટે ખૂબ જ દુઃખ થયું. રાજેન્દ્રભાઈ હવે વારંવાર શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રાએ જાય છે. ભાવથી ભક્તિ કરે છે.
આપણે સૌ એ દેવાધિદેવને બરાબર ઓળખીએ, એમનો પ્રભાવ પૂ. ગુરુદેવ પાસેથી જાણીએ અને ભવોભવ એ દેવાધિદેવનાં ચરણોની સેવા મળે તે માટે શ્રદ્ધાપૂર્વક ભાવથી ભક્તિ કરીએ. અરિહંતપદ પ્રાપ્તિની અપેક્ષા સહ......
[૪] સિદ્ધગિરિના પ્રભાવે રોગ ગાયબ
મદ્રાસના સુશ્રાવક ધરમચંદજીને ૨૦ વર્ષ પહેલાં ઢીંચણે અને કમરે દર્દ થયું. ચાલતાં તકલીફ ખૂબ થાય. નીચા નમીને ચાલવું પડે. આટલી ભયંકર તકલીફ છતાં ચાલીને શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાની જોરદાર ઇચ્છા! તેથી સિદ્ધગિરિની યાત્રા કરવી એવો સંકલ્પ કર્યો. ૬-૭ મહિને યાત્રા કરવા ગયા. ડૉક્ટરે ઇજેકશન લેવાનું કહ્યું. પણ ના લીધું. ભ. શ્રી આદીશ્વરજી પ્રત્યે પૂરી શ્રદ્ધા. સમર્થ મારા પ્રભુની કૃપાથી ચોક્કસ ચાલીને યાત્રા થશે જ એવો હૈયામાં વિશ્વાસ. તળેટી પહોંચતા બધું દર્દ અને રોગ મટી ગયાં ! યાત્રા ખૂબ સારી રીતે કરી આવ્યા. યાત્રા પછી તો દર્દ સંપૂર્ણ મટી ગયું ! પછી આજ સુધી તે રોગ થયો નથી ! શુભ સંકલ્પનો કેવો પ્રભાવ ! શ્રી શાશ્વતા તીર્થાધિરાજનો આ અચિંત્ય પ્રભાવ તથા યાત્રાનો અનંત લાભ વિચારી આપણે પણ તીર્થયાત્રા કરીએ એ શુભેચ્છા ! કહ્યું છે કે- જિમ જિમ એ ગિરિ ભેટીએ રે,
તિમ તિમ પાપ પલાય સલુણા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org