Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 17
________________ [૯] નવકારનો પ્રભાવ શ્રી સમેતશિખરજીની યાત્રા સારી રીતે કરીને અમદાવાદના સુશ્રાવકો હસમુખભાઈ અને ભૂરમલજી પરિવાર સાથે પાછા અમદાવાદ આવી રહ્યાં હતાં. તેઓ મેટાડોરમાં મુસાફરી કરી રહ્યાં હતાં. બારઈથી થોડા કિ.મી. પહોંચ્યા ને સામેથી એક બસ ધસમસતી આવતી દેખાઈ. રસ્તો સાંકડો હતો, આજુબાજુ ખાડામૈયા ઘણાં હતાં. હસમુખભાઈને મોત સામે આવતું દેખાયું. ક્ષણનો પણ વિલંબ ન કરતાં શ્રી નવકારનું સ્મરણ શરૂ કર્યું. થોડી જ વારમાં એક મોટો ધડાકો થયો. મેટાડોર અને બસ જોરથી અથડાયા. બંનેનાં ધર્મપત્ની બહાર ફેંકાઈ ગયાં. મેટાડોરની એક સાઈડ ચિરાઈ ગઈ. અકસ્માત નાના ઢાળ ઉપર થયો હતો. ઊંચાણ ગાડી પાછી પડવા લાગી. નીચે પડેલાં બંનેનાં ધર્મ-પત્ની, ગાડીના પૈડા નીચે ચગદાઈ જવાની અણી પર હતાં. પરંતુ આશ્ચર્ય ! અચાનક ગાડી ઊભી રહી ગઈ! શું થયું? બહાર જોયું તો લોખંડની એક બેગ ગાડીના વ્હીલ આડે આવી હતી. આખી ગાડીમાં આ એક જ બેગ લોખંડની હતી. બીજી બધી પ્લાસ્ટીકની હતી. બંને ગાડી અથડાતા બેગ ઊછળીને બહાર પડી હતી, જે બરોબર હલના રસ્તામાં આવી ગઈ. કહો કે બેગ બંનેના ધર્મપત્નીનાં મોત અને ગાડીની વચ્ચે આવી ગઈ. નવકારે બંનેને બચાવી લીધાં ! બાર વર્ષ પહેલાંના આ પ્રસંગથી તમે સમજદાર જીવો આ હળહળતા કલિકાળમાં ધર્મની મહાનતાને જરૂર ઓળખો. નવકારનું શરણું લેનારની હંમેશા રક્ષા થાય છે. સર્વ સુખશાંતિને આપનાર નવકાર મહામંત્રને આપણે સારી રીતે આરાધી આત્મહિત સાધીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50