Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 15
________________ [૮] સિદ્ધગિરિના અચિંત્ય પ્રભાવથી ગચ્છાધિપતિની પદવી ઓહ ! અકથ્ય વેદના ! શું થશે ? મોત ? ઠીક છે !!! મરતાં પહેલાં શાશ્વત ગિરિરાજને સ્પર્શી લઉં તો કેવું સારૂં ? આ વિચાર ૧૮ વર્ષના યુવાનને આવે છે અને એ દોડે છે- પૌષધ લઇને છટ્ટ કરીને સાત યાત્રા કરવા માટે જ તો ! મુશ્કેલીથી યાત્રા કરી. યાત્રાએ યાતનાને વિદાયગિરિ આપી અને ધીરે ધીરે ટી.બી. નો રોગ નિર્મૂળ થયો ! ૫૦ વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે. ત્યારે ટી.બી. ની દવા પણ ન હતી. છતાં ભાવ ઔષધે આ કામ કર્યું. પછી તો એ યુવાને નક્કી કર્યું, “જેણે આપ્યા પ્રાણ તેના ચરણે પ્રાણ.” મહાભિનિષ્ક્રમણનો મનોરથ જાગ્યો. સંકલ્પબળની તાકાતનો પ્રયોગ શરૂ કર્યો. પ.પૂ.આ.શ્રી નીતિસૂરિ મહારાજના સમુદાયના પ.પૂ. મંગળવિજયજી મ.સા. કે જેઓ ‘ખાખી’ના ઉપનામે પ્રસિદ્ધ છે તેમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી! ને ગુણજ્ઞવિજયજી નામે સાધુ બન્યા. અનંતાનંત સિદ્ધોની સાધકભૂમિ તથા અનંતા તિર્થંકરોની સમવસરણભૂમિ એવા સિદ્ધાચલે ચમત્કારનો વિક્રમ સર્જ્યો. તદન રોગમુક્ત સાધુ રાગમુક્ત બનવાની સાધના કરે છે. અનન્ય ગુરુસમર્પણ, દેવાધિદેવની અપ્રતિમ ભક્તિ, કઠોર સંયમની પાલના વગેરેના પ્રતાપે મુનિરાજશ્રી ગુણજ્ઞવિજયજી મ.સા. પ.પૂ.આ.શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી બન્યા. આજે તો તેઓ ગચ્છાધિપતિ પદ પામ્યા છે. પૂજ્યશ્રીએ છઠ્ઠ કરીને સાત યાત્રાને એક ગણીએ તેવી ૭ યાત્રા ૨૫૫ કરી છે ! તેમના ટૂંક પરિચયમાં આવનારને તેમની ८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50