Book Title: Jain Adarsh Prasango Part 03 Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay Publisher: Tapovan Sanskrut Pathshala View full book textPage 8
________________ [૧] નવપદ ઓળીથી કોઢનો નાશ | પટણામાં ભંવરલાલજીની કરિયાણાની દુકાન છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં તેમને કોઢ થયો હતો. વધતાં વધતાં આખા શરીરે પ્રસરી ગયો. સારા વૈદ્ય-ડૉક્ટરોની દવા કરી. પણ મટતો ન હતો. તેથી આખા ભારતના અને પરદેશના પ્રસિદ્ધ વૈદ્ય-ડૉક્ટરોને દેખાડ્યું, પણ ન જ મટ્યો. નવપદની ઓળીઓ કરી. ન મટ્યો. તેમને વિચાર આવ્યો, “શ્રી નવપદજીની ઓળીની આરાધનાથી શ્રીપાળનો કોઢ નાશ પામ્યો, તો મારો પણ જરૂર નાશ પામશે. અત્યારે કલિયુગ છે તો આરાધના વિધિપૂર્વક અને વધારે ભાવોલ્લાસથી કરીશ.” આવા શુભ પરિણામ લાવી ઓળીના નવ દિવસ શ્રી સિદ્ધચક્રની ખૂબ વધતાં ભાવે ભંવરલાલજીએ આરાધના કરી. - નવે દિવસ પષધ કર્યો. નવે આયંબિલ તે તે વર્ણના અને એક ધાનના કર્યા. અને માત્ર એક જ દાણો વાપર્યો. બધા આયંબિલ ઠામ ચોવિહાર અને દેવવંદન વગેરે બધી વિધિ ખૂબ ભાવથી શ્રદ્ધાપૂર્વક કરી અને આશ્ચર્ય એ થયું કે આવો હઠીલો કોઢ સંપૂર્ણ મટી ગયો ! તેમના ઘરે આજે પણ તેમણે ૨ ફોટા રાખ્યા છે. કોઢવાળો ફોટો અને કોઢ મટ્યા પછીનો ફોટો. તેમને ભગવાન પર શ્રદ્ધા એટલી બધી વધી ગઈ કે પોતાના ઘરમાં ભગવાનને પધરાવ્યા! હૈયામાં તો હતા જ. નવપદની ઓળી અને આયંબિલનો અપરંપાર મહિમા જ્ઞાનીઓએ તેમના સ્વમુખે ઠેર ઠેર વર્ણવ્યો છે. આજના પાપબલ કાળમાં બનતા આવા ધર્મની અચિંત્ય શક્તિના અભૂત પ્રસંગો જાણી આપણે આપણી ધર્મશ્રદ્ધાને ખૂબ દઢ કરવી જોઈએ. અને મહા-માંગલિક આયંબિલ આદિ આરાધના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50