Book Title: Jain Adarsh Prasango Part 03 Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay Publisher: Tapovan Sanskrut Pathshala View full book textPage 7
________________ સંસ્કૃતના એક સુભાષિતમાં કહ્યું છે કેयेषां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता, मानुष्यरूपेण मृगाश्चरन्ति ॥ અર્થ - જેનામાં વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ આદિ ગુણો રૂપ ધર્મ નથી તે માનવો આ પૃથ્વી પર ભાર રૂપ છે. તે માત્ર નામના જ માનવી છે. તેઓ તો માનવના રૂપમાં પશુ જ છે. ૧૪ પૂર્વધર, પૂજયશ્રી ધર્મદાસ ગણી મહારાજ ઉપદેશમાલા શાસ્ત્રમાં કહે છે કેजो नवि दिणे दिणे संकलेइ, के अज अजया मि गुणा । अगुणेसु अ न हु खलिओ, कह सो उ करिज अप्पहियं ॥ -નાથા ૪૮૦ અર્થ - આરાધકે રોજ વિચારવું જોઈએ કે આજે મેં ક્યા સગુણોને મેળવ્યા અને કયા દુર્ગુણોને ઘટાડ્યા ? જે ગુણ-પ્રાપ્તિ અને દોષહૂાસ માટેની ચિંતા કરતા નથી તેઓ પોતાના આત્માનું હિત સાધી શકતા નથી. આપણામાં દોષી અને દુર્ગુણો અનાદિ કાળના ભરેલા છે અને સગુણો આપણે નવા નવા પ્રાપ્ત કરવાના છે. એટલે સગુણો પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત કરેલા સગુણોને ટકાવવા-વધારવા સતત પ્રયત્નની જરૂર છે. અને તે માટે દુર્ગુણો, દુર્ગણો વધારનાર કુમિત્રો, ખોટા નિમિત્તો, કુસંગતિ, અશુભ પ્રવૃત્તિ અને પાપ-વિચારોથી માઇલો દૂર . રહેવાનું છે. આમ કરીએ તો જ સગુણો આવે અને ટકે. આ અને આવા પ્રકારના પુસ્તકો બહુ વંચાય, તેનો ખૂબ ફેલાવો થાય અને આપણે સૌ સગુણોની પ્રાપ્તિ દ્વારા માનવજન્મને સફળ બનાવીએ એ જ અભ્યર્થના સાથે પ.પૂ.સ્વ.આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના શિષ્ય ગણી ભુવનસુંદરવિજય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50