Book Title: Jain Adarsh Prasango Part 03 Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay Publisher: Tapovan Sanskrut Pathshala View full book textPage 6
________________ પ્રાકથળ..... | વિદ્વાન પૂજ્ય મુનિરાજશ્રી ભદ્રેશ્વરવિજયજી મ. દ્વારા ઘણીજ મહેતન લઈ તૈયાર કરાયેલ પુસ્તક “આદર્શ જીવન પ્રસંગો” નો આ ત્રીજો ભાગ છે. આમાં આપણને વિશેષ પ્રેરણા મળે અને આરાધના કરવાનો ઉલ્લાસ જાગે તેવા સુંદર સુંદર સત્ય પ્રસંગો મહેનત કરી મેળવીને અહીં રજૂ કરાયા છે. આત્માર્થીઓએ તેને વારંવાર ખાસ વાંચવા-વિચારવા જેવા છે. વર્તમાનકાળમાં આપણી સામે જ રહેલા સાધકો જેઓ આપણા જેવી જ માટીની કાયાવાળા, છેવટ્ટા સંઘયણવાળા અને આપણા જ વાતાવરણમાં રહે છે, છતાં પ્રબળ રીતે દાન, શીલ, તપ, ત્યાગ, ભક્તિ, સદાચાર, સંયમ, ક્ષમા, પરોપકાર આદિ ધર્મોની આરાધના કરે છે, તેના જીવનમાંથી તે તે પ્રકારની ઉચ્ચ આરાધનાની પ્રેરણા લઈ આપણે પણ તેવા ગુણયુક્ત બનવા પ્રયત્ન કરવો જોઇએ. ચરમાવર્તમાં આપણે છીએ માટે આ ભાવ અને પ્રયત્ન નિમિત્ત પામીને આપણને જાગે છે. આપણે જો ધારીએ, થોડી મક્કમતા કરીએ, તો આપણામાં પણ તે તે પ્રકારના સણો અવશ્ય પ્રગટે છે. શ્રી મહાવીરસ્વામી ભગવાન કહે છે કે “જે એક વાર ગુણપ્રાપ્તિ માટેનો નિશ્ચય-મનની દઢતા કરે છે તે પછી ગુણ માટે સતત પ્રયત્નશીલ બને છે અને અંતે જરૂર સગુણની તેને પ્રાપ્તિ અને સ્થિરતા થાય છે.” આ મહાન માનવજન્મ આપણને ગુણવાન બનવા માટે મળ્યો છે. ફિલોસોફર સોક્રેટીસ પ્રભુનું શાસન ન મળવા છતાં કહે છે, “માનવ, ધનથી નહીં પણ ગુણોથી મહાન છે.” જો માણસમાં ગુણ નથી...શીલ, સદાચાર, ન્યાય, નીતિ રૂપ ધર્મ નથી તો પછી તે માણસના ખોળીયે પશુ સમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50