________________ of Religion ની સતત પ્રતીતિ રહેતી હતી. આ વિષયને જનસમુદાય સમક્ષ રજુ કરવાની ભાવનાથી પ્રેરાઈને, તેઓશ્રીએ, જેઓના સાહિત્યમાં અધ્યાત્મને પ્રાધાન્ય છે તેવા, જૈન તેમજ જૈનેતર સંતેના સાહિત્યને તુલનાત્મક અભ્યાસ કર્યો. સંત કવિ બનારસીદાસજી, આત્મરત આનંદઘનજી, સંત કબીર, તથા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યને તુલનાત્મક અભ્યાસ તેમના ડેકટરેટ માટેના શોધ મહાપ્રબન્ધ Doctorate Thesis ને વિષય રહ્યો. સંત કવિઓના સાહિત્યના ઊંડા તુલનાત્મક અભ્યાસ સાથે તેમાં અભિન્ન રીતે વણાયેલ આધ્યાત્મિક અભિગમ તેમના પિતાના વ્યકિતતમાં સાકાર થવા લાગ્યા. તેમનાં વિચારમાં, વ્યાખ્યામાં તથા લખાણમાં તત્વજ્ઞાનનું પ્રાધાન્ય ઉપસવા લાગ્યું, અને સહજરીતે “પ્રખરતત્ત્વવેત્તાનું વિશેષણ તેમના નામનું એક અવિભાજ્ય અંગ બની ગયું. પૂ. મહાસતીજીના નામ સાથે પ્રખરતત્વવેત્તા ન હોય તે જાણે નામ જ અધુરૂં હોય અથવા કેઈ અન્ય વ્યક્તિનું સંબોધન હોય એવું લાગવા માંડયું. “તત્વજ્ઞાન અને તરૂલત્તાજી” જાણે એક બીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા. આપના હાથમાં પ્રસ્તુત આ પુસ્તક ઉપરોક્ત શબ્દોની યથાર્થતાની પ્રતીતિ કરાવશે. પરમ પૂ. મહાસતીજીના આધ્યાત્મિક વિકાસમાં જેઓના અનુગ્રહ તથા ત્રણની સતત પ્રતિતી તેઓશ્રીને રહે છે તેમાં વાત્સલ્યમૂર્તિ પરમ પૂ. બા. બ્ર. લલિતાબાઈ મહાસતીજીબાપજી, પ. પૂ. જગજીવનજી મ. સાહેબ જેમણે સંવત-૨૦૨૪ માં રાજગૃહીને પવિત્ર તીર્થસ્થાનમાં અનશન કર્યો તેમના 45 દિવસના અનશન દરમ્યાન તેમની સેવાને લાભ મળ્યો, પૂ. ગુર્દેવને આ સમય દરમ્યાનની-દેહાધ્યાર છૂટતાં નિષ્પન્ન વિતરાગ દશાની-સ્મૃતિઓએ પૂ. મહાસતીજીના આધ્યાત્મિક વિકાસમાં પ્રેરણાનું સિંચન કર્યું. પરમ ધ્યેય પ્રેરણામૂર્તિ ગુરુદેવ જયંતમુનિ મહારાજ સાહેબ કે જેઓ “તન સેવામાં તથા મન અધ્યાત્મમાં” સૂત્રને ચરિતાર્થ કરતાં બિહારના આદિવાસીઓ વચ્ચે સેવા તથા અધ્યાત્મની આહલેક જમાવી બેઠા છે. પરમ પૂ. સંતબાલજી કે જેમના વિચારો તથા સાહિત્યની એક અમીટ અસર તેમના પર રહી છે. ભારતવર્ષની સાંસ્કૃતિક અસ્મિતાના તિર્ધર સ્વામી વિવેકાનંદ જેમના આર્ય જીવનદર્શનની તથા તેમના