________________ વવાની તેમની શકિતથી તેઓશ્રીનાં શાનાં ગહન જ્ઞાનની જાણ થતી રહી અને સદ્ગુરુની પ્રતીતિ થઈ, ભક્તિભાવ વધે. તેમાં ફરી અમને મદ્રાસમાં તેઓની નિશ્રામાં ત્રણ દીક્ષાને લાભ મળે. આ કાર્યમાં તથા અગાઉના ચાતુર્માસમાં મારા ધર્મપત્ની સૌ. સુશીલાની પ્રેરણા રહી અને તેમાં દરેક રીતે સહભાગી રહ્યાં. તેમણે પણ ગુરુજનેની યથાશક્તિ સેવા કરી. સને. ૧૯૮૬નું 5. પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીનું ચાતુર્માસ બહુ જ પ્રયત્નો બાદ મળ્યું. પ. પૂ. બાપજી તીરૂપુર ચાતુર્માસ કરીને તથા પૂ. જસુમતીબાઈ મહાસતીજીનું ચાતુર્માસ કરી બેંગ્લેર પહોંચ્યા હતા. 1986 નાં ફેબ્રુઆરી માસમાં શ્રી સંઘ ફરીને ચાતુર્માસ માટે વિનતિ કરવા બેંગ્લોર ગયે. પૂ. બાપજી તથા સર્વે ઠાણાનું ચાતુર્માસ હૈદ્રાબાદ લગભગ નિશ્ચિત જ હતું. મારા ધર્મપત્ની સૌ. સુશીલા કે જેમણે તેઓ શ્રીની યથાશક્તિ સેવા કરેલી હતી. તેમની તબિયત બરાબર ન હોવાથી અંગત સ્વાર્થ આધીન ચાતુર્માસ માટે વિનંતિ કરી. સાધુ સંતનાં ચાતુર્માસ ના કારણે શ્રાવક સમાજમાં જાગૃતિ આવી રહી છે એમ પણ જણાવ્યું. અને અંતે પ. પૂ. બાપજીએ તરૂલત્તાબાઈ મહાસતીજીને ચાતુર્માસ માટે તૈયાર કર્યા. પૂ. બાપજીની અસીમ કૃપાથી સૌ શ્રાવકો આનંદ-વિભેર બન્યા. જેન આગમે અને શા પ્રાકૃત ભાષામાં છે. સાધુ-સંતે તેનું અધ્યયન કરે છે. પરંતુ સાધારણ જન સમુદાય પ્રાકૃત ભાષાના જ્ઞાનના અભાવે આ તાના જ્ઞાનથી વંચિત રહે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ શાનાં દોહન રૂપ સરળ ગુજરાતી ભાષામાં આત્મ-સિદ્ધિ શાસ્ત્ર આપ્યું. પ. પૂ. તરુલત્તાબાઈ મહાસતીજીએ ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાનના વિષય તરીકે યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર રચિત આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પ્રવચને આપવાનું વિચાર્યું. શ્રીમદના સાહિત્યનાં આપ અઠંગ અભ્યાસી છે. આપની Ph.D. ની Thesis ને વિષય પણ શ્રીમનું સાહિત્ય રહ્યો છે. સ્વાભાવિક રીતે સર્વે તેથી પ્રસન્ન થયા. આવા સુંદર વ્યાખ્યાને વ્યર્થ ન જાય તે વિચારે વ્યાખ્યાને ગ્રંથરૂપે બહાર પાડવાનું વિચાર્યું. પ. પૂ. મહાસતીજી તથા પ. પૂ. બાપજીએ આ પુસ્તકનાં પ્રકાશન માટે આજ્ઞા આપી તે માટે તેમને અત્યંત આભાર માનું છું. આ વ્યાખ્યાને હીન્દીમાં પણ પ્રસિદ્ધ થઈ રહ્યા છે તથા અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ કરવાની ઇચ્છા છે. સુરેદ્ર મણીલાલ મહેતા–પ્રમુખ શ્રી. ગુ. વે. સ્થા. જૈન એસોસિએશન