Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 11
________________ પરિચય સૂર્યને પરિચય કરાવવાને ન હોય ! તેને પ્રકાશ જ તેને પરિચય. તેની ઉષ્મા જ તેને પરિચય. તેના અનેક ગુણે જ તેને પરિચય. સૂર્ય માટે જે વાત સાચી છે તે વાત વ્યકિત માટે પણ એટલી જ સાચી છે. તેનાં ગુણે જ તેને સારો પરિચય. ગુણેથી ઉભરતું વ્યકિતત્વ જ તેને સાચો પરિચય. પરમ શ્રધેય પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીને પરિચય તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓને પ્રકૂટિત કરતું તેમનું જીવન, જેમાં તેમનું ઉંડું અધ્યયન, વિદ્વત્તાપૂર્ણ અધ્યાત્મ અભિમુખ લેખન, સંવેદનશીલ ઉમિલ કવન, જિનેશ્વરદેવ પ્રરૂપિત વચની અભિવ્યક્તિનાં વ્યાખ્યાને અને એ બધામાં પ્રતિબિંબિત થતે આધ્યાત્મિક અભિગમ છે. અઢાર વર્ષની યુવાન વયે, પૂર્વ જન્મના સંસ્કાર જાગી ઉઠયા અને પિતાશ્રી વનમાળીદાસ વેલજી ઠેસાઈ તથા માતુશ્રી શાંતાબેન ના પતી પુત્રી, નવીનભાઈ અને પુષ્પાબેન નગીનદાસ દેસાઈ, મધુબેન વિનોદરાય ગાંધી તથા વર્ષાબેન શાહના લાડીલી બેન શ્રી તરૂલત્તાઓંને પરમ ઉપકારી ગુરુદેવ શ્રી રતીલાલજી મહારાજ સાહેબના સ્વમુખે વાત્સલ્યમયી ગુરૂણી મૈયા લલિતાબાઈ મહાસતીજી પાસે સં 2014 ફાગણ સુદ-૨ દીક્ષા લઈ વિહાર શરૂ કર્યો. અને આ સાથે જ તેમની આરાધના યાત્રા શરૂ થઈ. દીક્ષા બાદના બહુ જ થોડા વર્ષોમાં તેમની વિદ્યા-ઉપાર્જનની આકાંક્ષાઓના ફળસ્વરૂપ જૈનધર્મના શા તથા આગમને વિશદ્ અભ્યાસ કર્યો. ગુરુણમૈયા તથા સુશ્રાવક સમુદાયની ઈચછાઓને શિરેમાન્ય કરી હિન્દી સાહિત્ય સાથે M.A. કર્યું. સાચા વિદ્યાથીને છાજે તેમ વધતા વિદ્યાભ્યાસ સાથે તેમની જ્ઞાનપિપાસા વધુ તીવ્ર બનતી ગઈમેળવેલા જ્ઞાને “રેયની વિરાટતાના દર્શન કરાવ્યા અને સાથે જ જ્ઞાનોપાર્જનમાં વધુ અને ઊંડા ઉતરવા લાગ્યા. જેનધર્મના સંસ્કાર અને જીનેશ્વર દેવે પ્રરૂપેલા જૈનધર્મમાં ઉંડી અવસ્થાએ જૈનદર્શનના સ્યાદ્વાદ અનેકાંતવાદથી પ્રભાવિત થયા અને તેથી પણ આગળ વધીને કહીએ તે અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંતની અનુભૂતિએ તેમનું મન તેમાં જ રમી રહ્યું. તીક્ષણ બુદ્ધિપ્રતિભાના સ્વામી, મહાસતીજીને ધર્મના સિદ્ધાંતેના સનાતન સ્વભાવ Unlveresal Nature

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 424