Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 8
________________ (=એકવાક્યતાની) ઉપયુક્તતા સમજી શકાશે. ૩ વિગતોની શુદ્ધિ (કર્તાનામ/કૃતિનામ/ત્વ/સમય આદિની શુદ્ધિ), આ ખંડમાં, મુખ્યત્વે ‘ગુજરાતી સાહિત્યકોશ' ખંડઃ૧(૧૯૮૯)ને સામે રાખીને કરી છે. અલબત્ત, ક્યારેક, જ્યાં બંને વિગતો શંકાસ્પદ લાગી ત્યાં જૈનગૂર્જર કવિઓ' વગેરે બીજા સંદર્ભોની મદદ લઈને વિગતશુદ્ધિ કરી લીધી છે. આવી વિગતશુદ્ધિઓ/વિગતફેરની કોઈ નોંધ ગ્રંથમાં તે-તે સ્થાને (કે અહીં) કરી નથી. અભ્યાસીઓ આ શોધિત-વર્ધિત આવૃત્તિની વિગતોને આજસુધીની યથાશક્ય પ્રમાણિત વિગતો તરીકે સ્વીકારી અને મૂલવી શકશે. અલબત્ત, આવાં વિગતશુદ્ધિનાં સ્થાનો ખંડ:૧માં ઓછાં છે; ખંડ:૨માં એવાં સ્થાનો વધારે નીકળવાનાં. ૪ સંદર્ભનોંધો દરેક લેખકે પોતાની જરૂરિયાત ને પદ્ધતિ અનુસાર કરી છે એમાં ઝાઝા ફેરફારને અવકાશ નથી. માત્ર, ગ્રંથનામ-સંક્ષેપો દરેક શબ્દના આદ્યાક્ષરથી દર્શાવેલા છે ત્યાં છેલ્લો શબ્દ પૂરો કરી લીધો છે. જેમકે, ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'નો સંક્ષેપ ‘ગુ. રા. સાં. ઇ.’ હતો એને બદલે ‘ગુરાસાંઇતિહાસ’ કરી લીધો છે. એથી વાચકોને સંક્ષેપ-વાચનમાં સુગમતા રહેશે. સંદર્ભનોંધોમાં ગ્રંથનામો ઇટાલિક ટાઈપમાં કરી લીધાં છે. ૫ ગ્રંથને અંતે મૂકેલી સંદર્ભગ્રંથસૂચિમાં, બિબ્લીઓગ્રાફીની હાલ પ્રચલિત પદ્ધતિ-અનુસાર, વિગતક્રમની એકવાક્યતા નિર્દેશતી, ફેરગોઠવણ કરી લીધી છે. ૬ આ પહેલા ખંડમાં, એના વિદ્વાન લેખકોનાં લખાણો ઘણાં સમૃદ્ધ ને સંગીન હોવા ઉપરાંત સઘન રૂપમાં મુકાયેલાં છે એથી સામગ્રીમાં તો ભાગ્યે જ થોડાંક સ્થાનોએ કાટછાંટ(એડિટિંગ) કરવાની જરૂર પડી છે. ક્યાંક, ખાસ કરીને જૂની ગુજરાતીની કૃતિઓમાંથી ઉદ્ધૃત કરેલી પંક્તિઓના અનુવાદ/સાર-અંશોને સ્પષ્ટ સમજૂતી અને વિશદતાની દૃષ્ટિએ, લેખકની સંમતિપૂર્વક, સંમાર્જિત કરી લીધા છે. સાહિત્યકોશના સંપાદનકાર્યનો અનુભવ આ કામમાં પણ બહુ ઉપયોગી નીવડયો છે. ખાસ તો પદ્ધતિ અંગેની ચોકસાઈ ને શિસ્તના સંદર્ભમાં. આ ગ્રંથોના પરામર્શક આદરણીય ચિમનભાઈની, સંપાદન અંગે કેટલાક નિર્ણયો લેવાના થયા ત્યાં સંમતિ મળી છે. આ ગ્રંથોની પ્રથમ આવૃત્તિ વખતે, સહાયક સંપાદક તરીકે એમની ઘણી સક્રિય ભૂમિકા રહેલી. એથી, આ બીજી આવૃત્તિમાં એ પરામર્શક હોય એ સર્વથા ઉચિત હતું. એમનાં સૂચનો બહુ ઉપયોગી રહ્યાં છે અને એમણે મને હંમેશાં મોકળાશ પણ આપી છે. પિરષદે આ સંપાદન સોંપ્યું એથી સાહિત્યના ઇતિહાસને નવેસરથી ને નિકટથી જોવાથી તક મળી. પરિષદનો એ માટે આભારી છું. વડોદરા; ૧૫, ઑક્ટોબર ૨૦૦૧ ૨મણ સોની

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 328