Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઇન્દ્રિયોના વિષય રૂપાદિ-જન્ય સુખોનો સંબંધ થવા સ્વરૂપ સુખનો ભોગ છે. અત્યાર સુધી અત્યંત સુંદર જણાતો એ વિષયજન્યસુખનો ભોગ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂક્ષ્મબોધાદિના કારણે ભવસ્વરૂપ સર્પની ફણાના વિસ્તારની જેમ ભયંકર ભાસે છે. કારણ કે વિષયજન્ય સુખોનો ઉપભોગ ઘણાં જ દુઃખોનું કારણ છે. પ્રાણીઓને દુઃખ પહોંચાડ્યા વિના ઇન્દ્રિયાર્થ - સુખનો ભોગ શક્ય જ નથી. તેથી તેના ભોગથી પાપનો બંધ થાય છે અને તેના કારણે ભયંકર દુઃખોની પરંપરા પ્રાપ્ત થાય છે.
યદ્યપિ ધર્મથી પુણ્ય બંધાય છે અને તેથી સુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે ધર્મથી પ્રાપ્ત થયેલા સુખભોગથી દુઃખ પ્રાપ્ત થતું નથી, પરંતુ પુણ્ય અને પાપ બંન્નેનું ફળ (સુખ અને દુઃખ.. વગેરે) આત્માનો ધર્મ ન હોવાથી સમાન જ છે. વ્યવહારથી સુશીલત્વ(સુંદરશીલ) અને કુશીલત્વના કારણે પુણ્ય અને પાપમાં ભિન્નતા હોવા છતાં નિશ્ચયથી તો પુણ્ય અને પાપ બંન્ને સંસારમાં જ પ્રવેશ કરાવનાર હોવાથી એકસરખાં જ છે. કારણ કે બંન્નેમાં સંસારપ્રવેશકત્વસ્વરૂપ કુશીલત્વ સમાન જ છે. આશય સમજી શકાય છે કે જે સંસારમાપક છે, તેમાં કુશીલત્વ મનાય છે અને જે સંસારમોચક છે, તેમાં સુશીલત્વ મનાય છે – એ પ્રમાણે નિશ્ચયનયનો અભિપ્રાય છે. વ્યવહારનયથી તો લૌકિક-વ્યવહારને અનુસરી સુશીલત્યાદિને લઈને પુણ્ય અને પાપમાં તુલ્યતા નથી. ૨૪-પી.
ધર્મથી ઉત્પન્ન થયેલા ભોગોને અસુંદર નહિ માનવા જોઇએ. કારણ કે ધર્મથી તે પ્રાપ્ત થયેલો હોવાથી સુંદર છે – આ શંકાનું સમાધાન કરાય છે–
धर्मादपि भवन् भोगः, प्रायोऽनर्थाय देहिनाम् ।
चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥२४-६॥ धर्मादिति-धर्मादपि भवन भोगो देवलोकादौ । प्रायो बाहुल्येन । अनर्थाय देहिनां तथाप्रमादविधानात् । प्रायोग्रहणं शुद्धधर्माक्षेपिभोगनिरासार्थं, तस्य प्रमादबीजत्वायोगाद्; अत्यन्तानवद्यतीर्थकरादिफलशुद्धेः पुण्य(पुष्प)शुद्धयादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति । सामान्यतो दृष्टान्तमाह-चन्दनादपि तथाशीतप्रकृतेः सम्भूतो दहत्येव हुताशनः । दहनस्य दाहस्वभावापरावृत्तेः । प्राय एतदेवं, न दहत्यपि कश्चित्सत्यमन्त्राभिसंस्कृताद्दाहासिद्धेः सकललोकसिद्धत्वादिति वदन्ति । युक्तं चैतन्निश्चयतो येनांशेन ज्ञानादिकं तेनांशेनाबन्धनमेव, येन च प्रमादादिकं तेन बन्धनमेव । सम्यक्त्वादीनां तीर्थकरनामकर्मादिबन्धकत्वस्यापि तदविनाभूतयोगकषायगतस्योपचारेणैव सम्भवाद् । इन्द्रियार्थसम्बन्धादिकं तूदासीनमेવેત્યચત્ર વિતર: ૨૪-દ્દા
“ધર્મના કારણે પણ દેવલોકાદિમાં પ્રાપ્ત થયેલા ભોગો(ઇન્દ્રિયાર્થસુખભોગો) બહુલતયા પ્રાણીઓને અનર્થ માટે થાય છે. ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે છે જ.” - આ પ્રમાણે
એક પરિશીલન