Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 8
________________ ફરમાવેલ વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે તે છતાં પ્રત્યાહારો રે' આ પંક્તિ નિરંતર સ્મરણીય છે. અત્યંત સંક્ષેપમાં વર્ણવેલું પ્રત્યાહારનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. [૨૪-રા પ્રત્યાહારથી પ્રાપ્ત થનારા ફળને વર્ણવાય છે– अतो ग्रन्थिविभेदेन, विवेकोपेतचेतसाम् । त्रपायै भवचेष्टा स्याद्, बालक्रीडोपमाखिला ॥२४-३॥ अत इति-अतः प्रत्याहारात् । ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसां भवचेष्टाऽखिला चक्रवर्त्यादिसुखरूपापि बालक्रीडोपमा बालधूलिगृहक्रीडातुल्या, प्रकृत्यसुन्दरत्वास्थिरत्वाभ्यां त्रपायै स्यात् ।।२४-३।। આ પ્રત્યાહારથી ગ્રંથિભેદ થવાના કારણે વિવેક્યુક્ત ચિત્તવાળા આત્માઓ માટે સમગ્ર ભવચેષ્ટા બાળકોની ધૂલીક્રીડાની જેમ લજ્જાનું કારણ બને છે.” – આ પ્રમાણે ત્રીજા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે આ સ્થિરાદષ્ટિમાં ઇન્દ્રિયોનો પ્રત્યાહાર પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી વિષયો તરફ ખેંચાતું મન, આ પૂર્વે પ્રાણાયામથી સ્થિર બને છે; જેથી વિષયગ્રહણમાં પહેલાંની જેમ પ્રવર્તતું નથી. તેથી મનને આધીન બની સારાનરસા વિષયોને ગ્રહણ કરવાદિમાં પ્રવર્તતી ઇન્દ્રિયો પણ હવે આ પ્રત્યાહારના કારણે વિષયાભિમુખ બનતી નથી. આ રીતે સુખ-દુઃખાદિની પ્રત્યેની તીવ્ર રાગ-દ્વેષાદિની પરિણતિ અત્યંત મંદ પડે છે, જે ગ્રંથિ(તીવ્ર રાગાદિનો પરિણામ)ના ભેદનું મુખ્ય કારણ છે. ગ્રંથિભેદ થવાથી યોગીનું ચિત્ત વિવેકી બને છે. અત્યાર સુધી ઇન્દ્રિયોની વિષયગ્રહણની પ્રવૃત્તિ ઉપાદેય જણાતી હતી. પરંતુ હવે હેયોપાદેયનો વિવેક પ્રાપ્ત થવાથી તે હેય જણાય છે. બાળકોની ધૂળમાં રમવાની ક્રિયા જેમ અસાર તુચ્છ અને નિરર્થક જણાય છે, તેમ ચક્રવર્યાદિના સુખ ભોગવવાની પણ ભવચેષ્ટા અસાર તુચ્છ નિરર્થક અને મહાપાયનું કારણ જણાય છે. એ ક્રીડા કરતી વખતે સ્વભાવથી જ તે અસુંદર અને અસ્થિર(ક્ષણસ્થાયિની) હોવાથી(જણાતી હોવાથી) આ દૃષ્ટિમાં લજ્જાનું કારણ લાગે છે. એવી ક્રિીડા, કર્મયોગે કરવી પડતી હોવા છતાં તે વખતે લજ્જા અનુભવાય છે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. સૂક્ષ્મબોધ અને ઇન્દ્રિયોનો પ્રત્યાહાર આ બેનો સુમેળ આ સ્થિરાદષ્ટિમાં જોવા મળે છે. સૂક્ષ્મબોધનું અપ્રતિમ સામર્થ્ય ઇન્દ્રિયોને વિષયવિકારથી દૂર રાખે છે – એ સમજી શકાય છે. ૨૪-૩ સ્થિરાદષ્ટિમાં મુમુક્ષુ આત્માઓ શરીર ઘર ધન વગેરે બાહ્યભાવોને મૃગજળ, આકાશમાં રહેલા ગંધર્વનગરાદિ અને સ્વપ્ન વગેરેની જેમ અતાત્ત્વિક જુએ છે. સૂક્ષ્મ બોધના કારણે બાહ્ય ભાવોને અસાર તુચ્છ અને હેય વગેરે સ્વરૂપે જાણીને તેને અતાત્વિક માને છે. સમ્યગુ રૂપે પરિણામ પામેલા જ્ઞાનથી બાહ્યભાવો અવાસ્તવિક છે – એ સમજાય છે. આ રીતે બાહ્યભાવો જો અતાત્ત્વિક છે તો સ્થિરાદષ્ટિમાં તાત્ત્વિક શું છે? – એવી જિજ્ઞાસામાં તત્ત્વ જણાવાય છે– એક પરિશીલનPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 278