Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 6
________________ [अथ सदृष्टिद्वात्रिंशिका प्रारभ्यते । अनन्तरमवेद्यसंवेद्यपदजयात् कुतर्कनिवृत्तिर्भवति, सैव च विधेयेत्युक्तम्, अथ तत्फलीभूताः सदृष्टीविवेचयन्नाह આ પૂર્વે અવેદ્યસંવેદ્યપદને જીતવાથી કુતર્કગ્રહની નિવૃત્તિ થાય છે - એ જણાવ્યું અને તેથી કુતર્કગ્રહની નિવૃત્તિ જ કરવી જોઈએ એમ જણાવ્યું. હવે તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થનારી સદ્દષ્ટિઓનું વર્ણન કરાય છે– प्रत्याहारः स्थिरायां स्याद्, दर्शनं नित्यमभ्रमम् । तथा निरतिचारायां, सूक्ष्मबोधसमन्वितम् ॥२४-१॥ प्रत्याहार इति-स्थिरायां दृष्टौ प्रत्याहारः स्याद् वक्ष्यमाणलक्षणः । तथा निरतिचारायां दर्शनं नित्यमप्रतिपाति, सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुत्कोपाद्यनवबोधकल्पमपि भवति, तथातिचारभावाद्, रलप्रभायामिव धूल्यादेरुपद्रवः । अभ्रमं भ्रमरहितं । तथा सूक्ष्मबोधेन समन्वितम् ।।२४-१।। સ્થિરાદૃષ્ટિમાં પ્રત્યાહાર પ્રાપ્ત થાય છે. નિરતિચાર સ્થિરાદષ્ટિમાં અપ્રતિપાતી દર્શન હોય છે અને તે ભ્રમથી રહિત તેમ જ સૂક્ષ્મ બોધથી યુક્ત હોય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પાંચમી સ્થિરાદષ્ટિમાં યોગનાં આઠ અંગમાંના પાંચમા પ્રત્યાહાર નામના અંગની પ્રાપ્તિ થાય છે, જેનું સ્વરૂપ હવે પછીના શ્લોકથી જણાવાય છે. નિરતિચાર આ સ્થિરાદષ્ટિમાં દર્શન(બોધ) નિત્ય અર્થાતુ અપ્રતિપાતી હોય છે. સાતિચાર આ દૃષ્ટિમાં તેવા પ્રકારના અતિચારના સદ્ભાવના કારણે એ બોધ અનવબોધ જેવો પણ હોય છે. આંખના પડળના ઉપદ્રવ તકલીફ) જેમના નાશ પામ્યા છે; એવા લોકોનો એ ઉપદ્રવ ફરી પાછો પ્રકોપ પામે તો તે લોકોની નજરમાં જેમ ફરક પડે છે; તેમ અહીં પણ અતિચાર(શંકા, કાંક્ષા, વિતિગિચ્છાદિ)ના કારણે બોધ, અનવબોધ જેવો બને છે. રત્નની પ્રજાને જેમ ધૂળનો ઉપદ્રવ લાગવાથી તે મલિન થાય છે, તેમ અહીં અતિચારના કારણે બોધમાં માલિન્ક આવે છે. આ બોધ-દર્શન ભ્રમ-ભ્રાંતિરહિત હોય છે. કારણ કે ખેદ ઉગ ક્ષેપ વગેરે યોગબાધક દોષોમાંથી ભ્રાંતિ નામનો પાંચમો દોષ આ દૃષ્ટિમાં હોતો નથી અને આ દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી હોવાથી સૂક્ષ્મબોધ પણ પ્રાપ્ત થાય છે. તેથી આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધથી યુક્ત દર્શન હોય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું. ર૪-૧૫ આ દૃષ્ટિમાં પ્રાપ્ત એવા પ્રત્યાહારનું નિરૂપણ કરાય છે– विषयासम्प्रयोगेऽन्तःस्वरूपानुकृतिः किल । प्रत्याहारो हृषीकाणामेतदायत्तताफलः ॥२४-२॥ એક પરિશીલનPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 278