Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 7
________________ विषयेति-विषयाणां चक्षुरादिग्राह्याणां रूपादीनामसम्प्रयोगे तद्ग्रहणाभिमुख्यत्यागेन स्वरूपमात्रावस्थाने सति । अन्तः स्वरूपानुकृतिश्चित्तनिरोधनिरोध्यतासम्पत्तिः किल । हृषीकाणां चक्षुरादीनामिन्द्रियाणां પ્રત્યાહાર: । યત ઉત્ત—“વિષયાસમ્પ્રયોને વિત્ત(સ્વ)સ્વરૂપાનુાર વૅન્દ્રિયાળાં પ્રત્યાહાર:” કૃતિ [૨-૧૪] कीदृशोऽयमित्याह - एतदायत्तताफल इन्द्रियवशीकरणैकफलः । अभ्यस्यमाने हि प्रत्याहारे तथायत्तानीन्द्रियाणि भवन्ति यथा बाह्यविषयाभिमुखतां नीयमानान्यपि न यान्तीति । तदुक्तं - " ततः परमा वश्यतेન્દ્રિયાળમિતિ” [૨-૧૯] ||૨૪-૨|| “વિષયોના અસંપ્રયોગમાં(વિષયોના ગ્રહણમાં તત્પરતાના અભાવમાં) ઇન્દ્રિયોના; ચિત્તસ્વરૂપને ધારણ કરવા સ્વરૂપ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે, જેનું ફળ ઇન્દ્રિયોની સ્વાયત્તતા (સ્વાધીનતા) છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો સામાન્યાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે યોગનાં આઠ યમાદિ અંગોમાં પ્રત્યાહાર પાંચમું અંગ છે. એની પૂર્વેનું ચોથું અંગ પ્રાણાયામ છે. પ્રાણાયામથી યોગીનું ચિત્ત નિરુદ્ધ-સ્થિર બને છે. એવું ચિત્ત વિષયને ગ્રહણ કરતું નથી. તેથી ચિત્તને અનુસરનારી ઇન્દ્રિયો પણ વિષયોનું ગ્રહણ કરતી નથી. ઇન્દ્રિયોનો સ્વભાવ ચિત્તને અનુસરવાનો છે. એને લઇને તે સ્વયં વિષયગ્રહણમાં પ્રવર્ત્તતી નથી. પ્રાણાયામના કારણે ચિત્ત નિરુદ્ધ થવાથી તેનો વિષયની સાથે સંપ્રયોગ થતો નથી. તેથી વિષયોની સાથે ઇન્દ્રિયોનો પણ સંપ્રયોગ થતો નથી. આથી સમજી શકાશે કે; વિષય રૂપ રસ વગેરે ચક્ષુ... વગેરેથી ગ્રાહ્ય હોવા છતાં ચક્ષુરાદિ ઇન્દ્રિયો વિષયગ્રહણમાં જ્યારે અભિમુખતા(તત્પરતા)નો ત્યાગ કરી પોતાના સ્વરૂપમાં જ અવસ્થિત હોય છે; ત્યારે ચિત્તના નિરોધથી નિરુધ્ય(ચિત્ત)ની સંપત્તિ (પ્રાપ્તિ) અર્થાત્ ચિત્તસ્વરૂપજેવી અવસ્થા પ્રાપ્ત થાય છે; તે અવસ્થાવિશેષ જ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. પાતંજલયોગસૂત્રમાં (૨-૫૪માં) પણ પ્રત્યાહારનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે – “ઇન્દ્રિયોનો પોતપોતાના વિષયમાં અસંપ્રયોગ(સન્નિકર્ષનો અભાવ) હોતે છતે નિરુદ્ધ ચિત્તના જેવી ઇન્દ્રિયોની જે અવસ્થા છે તેને ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કહેવાય છે. આ પ્રત્યાહારથી ઇન્દ્રિયો વશ થાય છે. અર્થાત્ આપણને ઇન્દ્રિયો આધીન બને છે. પ્રત્યાહારના અભ્યાસથી યોગીને એવી રીતે ઇન્દ્રિયો આધીન બને છે કે જેથી બાહ્ય વિષયો તરફ ઇન્દ્રિયોને લઇ જવામાં આવે તોપણ બાહ્યવિષયોને અભિમુખ ઇન્દ્રિયો જતી નથી. પાતંજલયોગસૂત્રમાં (૨-૫૫) એ પ્રમાણે જણાવ્યું છે કે - ઉપર જણાવેલા પ્રત્યાહારથી ઇન્દ્રિયોની પરમવશ્યતા-સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. યોગીજનને ઇન્દ્રિયો સ્વાધીન હોય છે. ગમે તેવા સારા પણ વિષયો હોય તોય યોગીઓની ઇન્દ્રિયો યોગીજનોની ઇચ્છા હોય તો જ વિષયગ્રહણમાં પ્રવર્તતી હોય છે. સ્થિરાદૃષ્ટિની આ એક અદ્ભુત સિદ્ધિ છે. ગ્રંથકાર પરમર્ષિએ સ્થિરાઇષ્ટિની સજ્ઝાયમાં આ પ્રત્યાહારનું વર્ણન કરતી વખતે સદ્દષ્ટિ બત્રીશી ૪Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 278