Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 4
________________ | પરિશીલનની પૂર્વે આ પૂર્વેની બત્રીશીમાં અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે એ જણાવ્યું છે. કુતકનિવૃત્તિથી સ્થિરાદિ છેલ્લી ચાર દષ્ટિઓની પ્રાપ્તિ થાય છે. એ ચાર સદ્દષ્ટિઓનું અહીં વર્ણન કર્યું છે. “યોગદષ્ટિ સમુચ્ચય'ના આધારે ખૂબ જ સંક્ષેપથી વર્ણવેલું એ સ્વરૂપ ખૂબ જ ધ્યાનથી સમજી લેવું જોઇએ. - સૂક્ષ્મ બોધને લઈને વેદસંવેદ્યપદની પ્રાપ્તિના કારણે સદ્દષ્ટિઓની પ્રાપ્તિ થાય છે. પહેલા સાત શ્લોકોથી સ્થિરાદષ્ટિનું વર્ણન કરાયું છે. રત્નપ્રભાજેવો અહીં બોધ હોય છે. પ્રત્યાહારસ્વરૂપ યોગનું અંગ હોય છે. ભ્રમાત્મક દોષનો અભાવ હોય છે અને સૂક્ષ્મબોધ સ્વરૂપ ગુણની અહીં પ્રાપ્તિ થતી હોય છે. અન્યદર્શનાનુસાર ઇન્દ્રિયોના પ્રત્યાહારનું વર્ણન અહીં વિસ્તારથી કરાયું છે. વિષયોના વિકારથી રહિત એવી ઇન્દ્રિયોની અવસ્થાવિશેષ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. સમગ્ર ભવચેષ્ટા અહીં લજ્જા માટે થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મતત્ત્વને છોડીને અન્ય સઘળું ય ઉપપ્લવ સ્વરૂપ જણાય છે. સર્પની ફણાના વિસ્તાર જેવો ઇન્દ્રિય અને પદાર્થ (વિષય) જન્ય સુખનો સંબંધ જણાય છે. તેથી આત્મધર્મથી ભિન્ન એવા પુણ્ય અને પાપના ફળમાં કોઈ ફરક જ જણાતો નથી. આ એક અદ્ભુત સિદ્ધિ અહીં પ્રાપ્ત થાય છે. ધર્મથી પણ પ્રાપ્ત થયેલા પાંચ ઇન્દ્રિયના વિષયોનો ભોગ ચંદનના કાષ્ઠથી ઉત્પન્ન થયેલા અગ્નિની જેમ અનર્થભૂત લાગે છે... ઇત્યાદિનું ખૂબ જ સ્પષ્ટ વર્ણન છે. શ્લોક નં. આઠથી સોળ સુધીના શ્લોકો દ્વારા કાંતાદૃષ્ટિનું વર્ણન અહીં કરાયું છે. તારાની આભા જેવો અહીં બોધ હોય છે. યોગા ધારણાની અહીં પ્રાપ્તિ થાય છે. અન્યમુદ્ નામનો દોષ આ દૃષ્ટિમાં હોતો નથી અને મીમાંસા નામના ગુણનો અહીં આવિર્ભાવ થાય છે. શરીરના કોઈ એક દેશાદિને વિશે જે ચિત્તની એકાગ્રતા છે, તેને ધારણા કહેવાય છે. ચિત્તની સ્થિરતાનો ‘અહીં પ્રકર્ષ હોવાથી ધ્યેયાતિરિક્ત વિષયનો અહીં પ્રતિભાસ જ ન હોવાના કારણે અન્યમુદ્ર નામનો દોષ નથી રહેતો. વિશિષ્ટ કોટિનો બોધ હોવાથી શ્રતધર્મમાં જ મન લીન હોય છે. વિષયોપભોગની પ્રવૃત્તિ તેથી ભવનું કારણ બનતી નથી. ભોગોને અતાત્ત્વિક માનતા હોવાથી મોક્ષમાર્ગની સાધનામાં કોઈ અંતરાય નડતો નથી. આથી જ બળવાળી ધર્મશક્તિને ભોગશક્તિ હણતી નથી... ઇત્યાદિ વિષયનું વર્ણન અહીં સરસ છે. અંતે સદસની વિચારણા સ્વરૂપ મીમાંસા હોવાથી કાંતાદૃષ્ટિમાં અસમંજસ એવી પ્રવૃત્તિ હોતી નથી - એ જણાવીને આ દૃષ્ટિની એક અદ્ભુત સિદ્ધિ દર્શાવી છે. અજ્ઞાનના કારણે થનારી અસમંજસ પ્રવૃત્તિના નાશ માટે જ્ઞાન વિના બીજો કોઈ જ ઉપાય નથી. સદ્દષ્ટિ બત્રીશીઃ એક પરિશીલનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 278