________________
* ઉત્તર-દશ વિકાલિક સૂત્ર અધ્યયન ૮ ગાથા
પ૬ માં ભગવાને કહ્યું છે કે એક વરસની ડોશી જેના હાથ, પગ, નાક, કાન કાપેલાં હોય તે પણ બ્રહ્મચારી સાધુએ તે સ્ત્રીથી
એવી હાલતમાં પણ વાત કરવી નહિ. પ્રશ્નઃ–તે પછી એકલી સ્ત્રી હોય અને બીજું કઈ
પાસે ન હોય તે સાધુ વહેરી શકે કે નહિ? ઉત્તર –બીજી સ્ત્રી કે બીજે પુરૂષ કોઇપણ ન હોય
તે સાધુને વહેરવું ક૯પે નહિ, કારણ કે બીજાઓને તેઓના શિયળંવતમાં શંકા ઉપજે અને કઈ પૂછે તે સાધુએ એમ કહેવું કે બેન તું એકલી છે માટે અમને વહોરવું ક૯પે
નહિ .
પ્રશ્ન:–આવા દુષ્કર બ્રહ્મચર્યવ્રત પાળવા સારૂ ખાવા,
પીવા વગેરેની મર્યાદા રાખવી પડે કે નહિ? ઉત્તર –મર્યાદા વગર બ્રહ્મચર્યવ્રત પાળવું ઘણું
મુશ્કેલ છે માટે જ તેરા પંથી મત સંશોધક આચાર્ય વર્ય શ્રી ભીખનજી સ્વામી તથા શ્રી જીતમલજી મહારાજ આદિ પુરૂષોત્તમ પુરૂષએ પણ સમુદાયમાં ખાવાપીવાની બાબતમાં કારણ સિવાય સાંજની વખતે ગરમ આહારની ગોચરી ન કરવી આદિ અનેક મર્યાદા બાંધેલી છે. આમ કરવાથી હંમેશાં ઉદરી તપ ચાલુ રહે અને
સંયમ સુખેથી પાળી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com