________________
મહારાજને તે ઘણાં ઠેકાણુની સંભાળ રાખવી રહી. દાખલા તરીકે અમુક શ્રાવ-. કજીને કાગળ નથી આવ્યું, માંદા હતા તેમને કેમ છે ને કેમ નહિ માટે તેમને એક કાગળ લખે. અમુક શ્રાવકજી આવવાના હતા તે કેમ નથી આવ્યા માટે એક કાગળ તેમને લખે. અમુક લેખ, છાપાં છપાવવાનાં હતાં તે હજુ બહાર કેમ નથી પડયાં માટે એક કાગળ ત્યાં લખે, અમુક લહીયા (લખનાર) પાસે સૂત્ર લખાવવાનું કહ્યું હતું તે હજી કેમ નથી લખાયું એક કાગળ ત્યાં લખે. અમુક ચોપડીઓ લખાવવાની હતી પણ હજુ રૂપિયાની સગવડ થઈ નથી માટે એક કાગળ અમુક શેઠિયાને ત્યાં લખે ઇત્યાદિ અનેક ઠેકાણે કાગળ લખવાને ધંધે ટપાલ વહેવાર કરનાર સાધુને મેટે ભાગે દરરોજ ચાલુ રહે છે અને તેને લીધે ગ્રહસ્થ પાસે ઉપર જણાવ્યા પ્રમાણે કામ પણ કરાવવું પડે છે. ટપાલને રેલ ગાડીને વિહાર કરાવવું પડે, થોડાંઘણાં કાર્ડ, કવર વગેરે પણ તેઓને પાસે રાખવાં પડે. આથી અનેક દોષનાં. કારણે ઉભાં થાય માટે પાંચ મહાવ્રત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com