________________
માટે પિતાની પાસે રાખવું નહિ, બીજા પાસે રખાવવું નહિ અને રાખે તેને અનુમોદવું નહિ. મનથી, - વચનથી અને કાયાથી. પ્રશ્ન–સાધુ પોસ્ટ કાર્ડ, કવર, ટિકિટ વગેરે ટપાલ
વહેવાર લખવા સારૂ રાખે કે નહિ? ઉત્તર–રાખવા કલપે નહિ. કારણ કે કાર્ડ, કવર,
ટિકિટ વગેરે એક જાતની નોટની નેટજ છે. જેમ કાગળની કરન્સી નોટ ગવર્નમેન્ટના સિકકાથી ચાલે છે તેમ કાર્ડ, કવર, ટિકિટ
વગેરે ગવર્નમેન્ટની સિકકાથી જ ચાલે છે. પ્રશ્ન–સાધુને પોતાના ગુરૂ અથવા શ્રાવકને
સમાચાર લખવા હોય તે ઉત્તર–ગમે તે સમાચાર લખવા હેય પણ લીધેલાં
મહાવ્રત તૂટે તે શી રીતે ટપાલ લખાય? પ્રશ્ન-ટપાલ વહેવાર કરવાથી મહાવ્રતમાં
એટલો બધો શું વાંધો આવે છે? ઉત્તરઃ- (૧) પહેલાં તે મહાવ્રત જ તૂટી જાય
છે, કારણ કે સાધુને પરિગ્રહ રાખવો નહિ અને ટપાલ વહેવાર કરે તેને થોડાંઘણાં કાડ, કવર, ટિકિટ વગેરે પાસે રાખવાં પડે. (૨) બીજુ કાર્ડ, કવર વગેરેને રેલવે ગાડીને વિહાર પણ કરાવવું પડે. સાધુ રેલવે ગાડીમાં બેસે નહિ પણ ટપાલ વહેવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com