________________
કારણ કે મર્યાદા ઉપરાંત જે વસ્ત્ર, પુસ્તક પાત્રો ઈત્યાદીક રાખે તે પરિગ્રહધારી કહેવાય આથી પાંચમું મહાવત તુટે વળી ઉપર બતાવ્યા મુજબ વસ્તુના કપાટ, પટારા ભરીને રાખી મૂકવામાં આવે તે દરરોજ તેનું પડીલેહ થાય નહિ અને પડિલેહણ કર્યા વગર ડાં પણ વસ્ત્ર, પાતરાં વગેરે સાધુ રાખે તે નિસીત સૂત્રના બીજા ઉદેદશાના બેલ પમાં તેઓને લઘુ માસિક પ્રાયશ્ચિત કહેલ છે તે લાગે જ માટે જ સાધુને કપાટ, પટારા યા ભંડાર ભરીને વસ્ત્ર, પુસ્તક પાતરાં વગેરે રાખી મૂકવાં કપે નહિ. રાખે તે ધનપરિગ્રહધારી કહેવાય અને ઉપર બતાવ્યા પ્રમાણે અનેક
દેષ લાગે તેથી ચારિત્ર રહિત થાય. (૪) ધાન્ય –એટલે અનાજ ઘઉં, ચણા વગેરે સાધુ પોતાના કામ માટે અથવા પારકાના કામ માટે રાખે નહિ, બીજ પાસે રખાવે નહિ અને રાખતાને અનુદે નહિ. મનથી, વચનથી અને કયાથી.
(૫) ખેત્રા-એટલે ખેતર વગેરે ઉઘાડી જમીન. સાધુ ઊઘાડી જમીન પિતાની કરી રાખે નહિ, બીજા પાસે રખાવે નહિ, રાખતાને અનુમોદે નહિ, મનથી, વચનથી અને કાયાથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com