________________
તેમ કોઈ પાસે વિદ્યા હોય ને તે આપે તે તેની પાસે ભણવું પણ સાધુ પગારદાર પંડિત રાખે નહિ રખાવે નહિ અને રાખે તેની પાસે ભણે તે દ્વિપદી પરિગ્રહનું પાપ લાગે. વળી પંડિતના પગારની સગવડ પણ કરવી પડે. આ હિસાબે બીજાને પરિગ્રહ
રખાવે તેથી બીજે કરણે પાંચમું મહાવ્રત તટે. ૮ ચપદ પરિગ્રહ –એટલે ગાય, ભેંસ, ઘોડા, હાથી, બકરાં ઈત્યાદિક સાધુ પિતે રાખે નહિ, રખાવે નહિ, અને રાખતાં પ્રત્યે અનુદે નહિ. મનથી વચનથી અને કાયાથી, પ્રશ્ન–સાધુ ગૃહસ્થને એમ કહે કે નહિ કે તમારે
આટલી ગાય, ભેંસે તે રાખવી જ જોઈએ? ઉતર–ગાય, ભેંસ ચપદ પરિગ્રહમાં છે તેને
સાધુએ પોતે રાખવી છેડી અને પછી બીજાને રાખવાને ઉપદેશ કરે તે બીજે કરણે ચપદ
પરિગ્રહનું પાપ લાગે અને પાંચમું મહાવ્રત તૂટે. પ્રશ્ન-કેટલાએક એમ કહે છે કે આણંદ શ્રાવક
ચાલીસ હજાર ગાયે રાખી હતી અને વીરપ્રભુએ રખાવી હતી તે તેમનું મહાવ્રત
કેમ તૂટયું નહિ? ઉતર–આણંદ શ્રાવકે ચાલીશ હજાર ગાયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com