________________
૨૫૦ વર્ષ પહેલાં થઇ ગયેલા પરમ યોગીશ્વર પૂજ્ય દેવચંદ્રજીએ ઉપરના ઉદ્ગારોમાં પોતાની વ્યથા પ્રગટ કરી છે. પૂજ્યશ્રીએ પણ અલગ શબ્દોમાં પોતાની વ્યથા ઠાલવી છે. એવું લાગે છે કે દરેક કાળમાં આવા અનુભૂતિ-સંપન્ન મહાપુરુષોની વાણી સમકાલીન જનસમાજ નહિ સમજી શકતો હોય અથવા તો સમજનાર વર્ગ અલ્પ જ હશે !
છતાં આવા સાહિત્યની રુચિ ધરાવનાર વિરલા લોકો હોય પણ છે. એ વિરલા અને હીરલા લોકો માટે જ આ પ્રસ્તુત પુસ્તકનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે. વિદ્વર્ય પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજીએ પુનઃ પ્રકાશનનું આ મેટર તપાસ્યું છે. પૂજ્યશ્રીના પટ્ટધરરત્ન પરમ શાસન
પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. - પૂ.પં.શ્રી મુક્તિચંદ્રવિજયજી - પૂ.પં.શ્રી મુનિચંદ્રવિજયજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી મુક્તિશ્રમણવિજયજીએ ચીવટપૂર્વક આ ગ્રંથનું પ્રૂફ-રીડીંગ કર્યું છે.
ઉપકારી પૂજ્યોને અમે વંદના કરીએ છીએ. વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, રવિવાર, તા. ૧૯-૦૨-૨૦૦૬ના પૂજયશ્રીના શંખેશ્વરમાં ગુરુમંદિરની પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે, તે ખૂબ જ આનંદનો વિષય છે.
ધ્યાનમાં રુચિ ધરાવનારા પુણ્યશાળીઓના ક-કમળમાં પ્રસ્તુત પુસ્તક સપ્રેમ સમર્પિત છે.
ધ્યાન વિચાર (સવિવેચન) . ૪
- પ્રકાશક