________________
ધ્યાન અને જીવન
૬૩
દેખાયું કે આ દશાને કાબુમાં નાબુદ કરી સ્થિર ‘મુક્ત' અવસ્થા પ્રગટ કરવાનો અહીં અમૂલ્ય દુર્લભ અવસર મળ્યો છે, તો પછી એ કરવા માટે પ્રયત્ન કરવામાં બાકી રખાય ? ત્યારે એવા પ્રયત્નમાં પહેલું આ નિશ્ચિત કરવાનું છે કે -
‘જો માત્ર ભાવ અને ધ્યાનને બગાડવા પર અશુભ કર્મબંધ તથા સંસાર વૃદ્ધિ થાય છે, તો શા માટે અશુભ ભાવ અને અશુભ ધ્યાનમાં પડવું ? ગમે તેવા સુખ કે દુ:ખના સંયોગ આવે, પણ મારે દિલના ભાવ અને મનનું ધ્યાન શુભ જ રાખવાનું.' ભાવ-ધ્યાન શુભ રાખવાનો નિશ્ચય એ પહેલું કર્તવ્ય.
શુભ ભાવો આ ઃ
વૈરાગ્ય, ઉપશમ, ક્ષમા, નમ્રતા, જીવો પ્રત્યે મૈત્રી-કરુણા-ગુણાનુરાગ,
જડ પ્રત્યે ઉદાસીનતા, નફરત,
પરલોકભય, દેવ-ગુરુ પર પ્રીતિ-ભક્તિ,
જિનવચન-શ્રદ્ધા, દુષ્કૃતનો પશ્ચાત્તાપ, સુકૃતનુમોદન, પાપધૃણા... વગેરે વગેરે. અશુભ ભાવો આ :
રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, વૈર, મદ,
માનાકાંક્ષા, માયા, મમત્વ
હિંસાદિપાપ-પ્રીતિ, નિર્દયતા, ઈર્ષ્યા, પરની આપત્તિમાં રાજીપો,
દેવ-ગુરુ-ધર્મ પર અભાવ, ઉત્સૂત્ર-ઉન્માર્ગની બુદ્ધિ... વગેરે વગેરે.
અશુભ ધ્યાન અટકાવવા શું કરવું ? :
(૧) દિલને અશુભ ભાવોથી બચાવી લેવાય,
(૨) શુભ ભાવનો ખુબ અભ્યાસ રખાય,
(૩) સારા સારા વિચારો કરતા રહેવાય,
(૪) મહાપુરુષોના ઉત્તમ જીવન-પ્રસંગો અને એમણે રાખેલા શુભ ભાવોને વારંવાર યાદ કરતા રહેવાય,
(૫) જિનેશ્વર ભગવંતની આજ્ઞાઓનું પુનઃ પુનઃ સ્મરણ કરાય,
(૬) તત્ત્વદૃષ્ટિ રખાય,
તો અશુભ ધ્યાનને અટકાવી શકાય. જીવનમાં પ્રસંગો અને સંયોગો તો આવ્યા જ કરવાના છે. એમાં તે તે સમયે શુભ ભાવ કેવા કેવા રાખી શકાય એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org