Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 466
________________ ૨૩. રૌદ્રધ્યાન (રૌદ્રધ્યાનની વિસ્તૃત વિચારણા ન કરતા સંક્ષેપમાં જોઈએ.) રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારે છે. ૧. હિંસાનુબંધી ૨. મૃષાનુબંધી ૩. સ્તયાનુબંધી. છે. સંરક્ષણાનુબંધી. શ્રી ઉમાસ્વાતિવાચકવર્થે તસ્વાર્થ મહાશાસ્ત્ર (અધ્ય૦ ૯, સૂત્ર૩૬)માં કહ્યું છે, ‘હિંસા-નૃતા-સ્તેય-વિષય-સંરક્ષણેભ્યો રૌદ્ર અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, અને ઈન્દ્રિય-વિના સંરક્ષણ માટે રૌદ્રધ્યાન થાય છે. રૌદ્ર એટલે ભયાનક, યાને આર્ત કરતાં અતિકૂર, ઉગ્ર-આ હિંસાદિ ચારમાંથી ગમે તે એકના કૂર ચિંતનમાં મન ઊતરી જાય તો ત્યાં રૌદ્રધ્યાન લાગુ થયું કહેવાય. કર્મબંધનું જજમેન્ટ ધ્યાન પર અહીં ધ્યાનમાં રહે કે આમાં હિંસાદિ કિયા આચરવાની વાત નથી, હિંસા કશી. ન કરતો હોય, વાણીથી જૂઠ કાંઈ પણ ન બોલતો હોય, છાનાં માના એ કરવાબોલવાનો ક્રૂર અભિપ્રાય ચિતન, ચોંટ એ રૌદ્રધ્યાન છે. જેવું આર્તમાં એવું રૌદ્રમાં કાયાથી પ્રવર્તવાનું કે વાણીથી બોલવાનું કશું હોય નહિ, પણ માત્ર મનથી એનું દઢ ચિંતન કરે એ આર્ત-રૌદ્રધ્યાન છે. ત્યારે ચોવીસે કલાક મન તો કાંઈને કાંઈ ચિંતવતું હોય છે. પછી એ ચિંતન આર્તધ્યાન કે રૌદ્રધ્યાનરૂપ ન બને એ માટે કેટલો બધો ખ્યાલ રાખવો પડે ? ધ્યાનને કર્મબંધ સાથે સીધો સંબંધ છે. કર્મ કેવા બંધાય એનું જજમેન્ટ તત્કાલ ચાલતા ભાવ યાને ધ્યાનના પ્રકાર પર પડે છે. આર્તધ્યાને તિર્યંચગતિના કર્મ બંધાય છે, અને રૌદ્રધ્યાને નરકગતિના કર્મ બંધાય છે. તે પણ તરત જ બંધાય, એમાં ઉધારો નહિ. જે સમયે જેવું ધ્યાન, તે સમયે તેવા જ કર્મ બંધાઈ જવાનાં. માટે જીવનમાં મોટું કામ, મોટી સાવધાની આ રાખવી જરૂરી છે કે મનમાં ખરાબ ધ્યાન અટકાવી, શુભધ્યાન ચાલુ રાખવા સતત પ્રયત્નમાં રહેવું. ૧. હિંસાનુબંધી રૌદ્રધ્યાન હવે અહીં પહેલું હિંસાનુબંધી રૌદ્રધ્યાન આ સ્વરૂપનું છે. અતિક્રોધમાં આવી જઈ નિર્દય હૃદયથી હિંસાનું એકતાન ચિંતન કરાય એ હિંસાનુબંધીરૌદ્રધ્યાન છે. હિંસા અનેક પ્રકારે ચિંતવાય છે. દા.ત. એકેન્દ્રિયથી પંન્દ્રિય સુધીના કોઈ પણ જીવની પ્રત્યે ક્રોધાંધ બની એમ ચિંતવે કે હું આ હરામીને ધોલ-વબ્બા ફટકારી પાંસરો કરું,’ ‘ચાબુકો સણસણાવી દઉં, લાતી ઠોકીને સીધો દોર કરી નાખું, અથવા નાક, કાન વીંધી નાખું, ‘દોરડાથી કે બેડીથી જકડી દઉં.’ જવાળાથી બાળી નાખું, લાલચોળ સળિયાથી ડામ દું, કુતરા-શિયાળાના પગેથી નહોરિયાં ભરાવું, ઉઝરડા કોતરાવું, તલવારના કટકે કે ભાલો ઘોંચી યા ખંજર ભોંકી જાનથી મારી નાખું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478