Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 474
________________ રિૌદ્રધ્યાન ૨ ૨૯ રિૌદ્રના મૂળમાં રાગ-દ્વેષ-મોહ. જે જીવ રાગથી કે દ્વેષથી યા મોહમૂઢતા-મિથ્યાજ્ઞાનથી વિશેષ આકુળ વ્યાપ્ત થાય, એને આ ચાર પૈકી ગમે તે પ્રકારનું રૌદ્રધ્યાન જાગે છે. જાગે જ એવો નિયમ નહિ, પરંતુ બહુ રાગ-દ્વેષ-મોહની પીડા ઉભી થઈ તો રૌદ્રધ્યાનને જાગવાની સગવડ થઈ. મમ્માણને ધનના બહુ રાગની પીડા રહી. અગ્નિશર્માને પછીના ભવો સમરાદિત્યના જીવ પ્રત્યે બહુષની પીડા રહી, અને સુભૂમ ચક્રવર્તી બહુ મૂઢ બન્યો, તો એ બધામાં રૌદ્રધ્યાન આવ્યું. માટે ચિત્ત જો બહુ રાગ-દ્વેષ કે મોહથી પકડાઈ ગયું, તો પછી એના વિષય અંગે હિંસા-જૂઠ ચોરી-સરંક્ષણના ક્રૂર ચિંતનમાં ય મન તન્મય બનવા સંભવ, અને તેથી રૌદ્રધ્યાન આવીને ઊભું રહેવાનું. માટે એનાથી બચવું હોય તો આ તીવ્ર રાગ-દ્વેષ-મોહને જ અટકાવ્યા રાખવા જોઈએ. સાનુબંધ કર્મથી સંસારવૃદ્ધિ :વિચારવું જોઈએ કે રૌદ્રધ્યાન સામાન્યથી સંસારની વૃદ્ધિ કરનારું છે, અને વિશેષમાં નરકગતિનાં પાપ સરજનારું છે. સંસારવૃદ્ધિ એટલે ભવોની પરંપરા, એ સાનુબંધ પાપકર્મના યોગે થાય છે. સાનુબંધ કર્મ', એટલે ? અહીં રાજીપાથી દુષ્કૃત્યો કરાય એનાથી જે અશુભ કર્મ ઊભાં થાય તે એવાં, કે એ આગળના ભવે ઉદયમાં આવતાં નવી પાપબુદ્ધિ થઈ નવાં દુષ્કૃત્ય થાય, નવાં અશુભ કર્મ બંધાય, તો તે પૂર્વનાં કર્મ અનુબંધ (પરંપરા) વાળા યાને સાનુબંધ કર્મ કહેવાય. એવાં જે કર્મ દુ:ખ તો આપે જ, પણ સાથે પાપબુદ્ધિ નવાં પા૫ અને એથી ભવની પરંપરા સર્જે તે સાનુબંધ કર્મ. એવાં સાનુબંધ કર્મ ચિત્તના તીવ્ર સંકેશવાળા ભાવથી બંધાય છે. રૌદ્રધ્યાનમાં તીવ્ર સંકુલેશ હોય છે, તેથી એથી બંધાતા સાનુબંધ કર્મ દ્વારા ભવપરંપરા સજાર્ય, સંસારની વૃદ્ધિ થાય એ સહજ છે.. વિશેષમાં રૌદ્રધ્યાન એ નરકગતિનું મૂળ છે. મૂળ પર વૃક્ષ સલામત. રૌદ્રધ્યાન ઉપર નરકગતિમાં પીડનાર કમનું ઝાડ ઉગે છે. વ્યકત ઉત્કૃષ્ટ દુ:ખોવાળી ગતિ, નરકગતિ; અને વ્યક્ત ઉત્કૃષ્ટ-અશુભ ધ્યાન રૌદ્રધ્યાન એ બેનો કાર્યકારણભાવ છે. ઉત્કૃષ્ટ અશુભ ધ્યાનથી ઉત્કૃષ્ટી અશુભ ગતિ: એ હિસાબે રૌદ્રધ્યાનથી નરકગતિ. પ્ર૦- એમ તો અવિરતિ સમ્યકત્વી ને દેશવિરતિને કયારેક રૌદ્રધ્યાન આવી જવાનું કહ્યું, તો એમને કેમ નરકગતિ નથી બંધાતી ? ઉ0 - એનું કારણ, સાથે રહેલ સમ્યકત્વ એ પ્રતિબંધક છે, યાને નરકગતિને અટકાવનાર છે, પરંતુ એવું રૌદ્રધ્યાન ઊઠે ત્યાં આપણામાં સમત્વ ટકવાનો વિશ્વાસ શો રખાય ? માટે સંસારવૃદ્ધિ અને નરકગતિથી બચવા સદા રૌદ્રધ્યાનથી બચવું. હવે રૌદ્રધ્યાનીને કઈ લેશ્યાઓ હોય તે કહે છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478