Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 475
________________ ( ૨૩૦) ધ્યાન અને જીવન રૌદ્રધ્યાન વખતે લેશ્યા :રૌદ્રધ્યાન વખતે જીવને કાપોતલેશ્યા, નીલલેશ્યા, અને કૃષ્ણ લેશ્યા હોય છે. એમ તો આર્તધ્યાન વખતે પણ એ વેશ્યા હોય છે. કિન્તુ આમાં એ પેલા કરતાં તીવ્ર સંકલેશવાળી હોય છે. લેહ્યા એ કર્મજન્ય પુદ્ગલપરિણામ છે, તેવા વર્ણનાં પુદ્ગલો છે, અને એના સંબંધથી જીવમાં તેવો ભાવ જાગે છે, રૌદ્રધ્યાનમાં રાગાદિના તીવ્ર સંકેલેશને લીધે વેશ્યાના પણ ભાવ અતિ સંકલેશવાળા હોય છે. શ્રેણિક કૃણમાં ક્ષાયિક સમ્યકત્વ હતું, છતાં અંત-સમયે કોણિક-દ્વૈપાયન ઉપર તીવ્ર ષ ઉઠવાથી હિંસાનુબંધી રૌદ્રધ્યાન આવ્યું તો ત્યાં તીવ્ર સંકલેશવાળી કૃષ્ણ લેશ્યા આવી, - રૌદ્રધ્યાનીનાં બાહ્ય ચિન્હ - હવે રૌદ્રધ્યાની કયા લિંગ-લક્ષણોથી ઓળખાય તે બતાવે છે. અંતરમાં રૌદ્રધ્યાન પ્રવર્તે છે, એની આ રીતના ચિહ્નોથી ખબર પડે કે, પહેલાં તો અંતરનાં રૌદ્રધ્યાનને અનુરૂપ વચન અને કાયારૂપી બાહ્ય સાધનથી હિંસા-મૃષાદિમાં જીવ લાગેલો હોય. દા.ત. હિંસા અંગે વચન એવાં બોલતો હોય કે “મારી નાખીશ, લમણું તોડી નાખીશ.. પેલા લુચ્ચાઓને તો મારી જ નાખવા જોઈતા હતા..' ઈત્યાદિ આ હિંસાનુબધી ધ્યાન અંગે. એમ મૃષાનુબંધી ધ્યાન અંગે એવાં વચન કાઢે કે આજ સાચાની દુનિયા નથી એની આગળ તો જૂઠ જ ડફડાવવા જોઈએ. અમુકની પોલ તો ખુલ્લી જ પાડવી જોઈએ વગેરે. એમ તેયાનુબધીમાં એમ બોલે કે “આજના શ્રીમંતોને તો લૂંટવા જ જોઈએ. સરકાર ટેક્ષ શું લઈ જાય? એને તો એવા સફાઈ બંધ તૈયાર કરેલાં બનાવટી ચોપડા જ ધરવા જોઈએ કે એ વા ખાય. છતાં ઓફિસર મેં મેં કરે તો મવાલી દ્વારા ઉડાડવો જોઈએ. વગેરે એમ સરંક્ષણાનુબંધી ધ્યાનમાં બોલે, આજે તો વિજળીક વગેરે સાધન મળે, એને કામે લગાડી એવી રીતે પૈસા તિજોરીમાં રાખવા કે જેથી ચોરવા જનારો મરે.. વગેરે. જેમ વચનથી હિંસાદિમાં ઉપયોગવાળો, એમ કાયાથી એ રીતે હિંસાદિમાં ઉપયોગવાળો બને કે દા.ત. આંખમાં ખુનસ વરસતું હોય, હાથમાં છૂરો વગેરે લઈ ઉગામ્યો હોય, ખોપરી તોડી નાખવા મુઠ્ઠી ઉપાડી હોય, ગુંડાઓને સહાયમાં લઈ આવી ઊભો હોય.. વગેરે. આમ વચન-કાયાના પ્રયોગથી હિંસા-મૃષાદિમાં લાગેલો હોય, ને એ હિંસાનુબધી આદિમાં પ્રવૃત્તિ ૧. ઉત્સત્ર ૨. બહુલ ૩. નાનાવિધ અને ૪. આમરણ એમ ચાર દોષ વાળી હોય, તો એ રૌદ્રધ્યાનનાં લિંગ છે. જ્ઞાપક ચિહ્ન છે. એથી સમજાય કે અંતરમાં એને રૌદ્રધ્યાન પ્રવર્તે છે. (૧) “ઉત્સન્ન' દોષ એટલે એ હિંસાદિ ચારમાંથી ગમે તે એકમાં સતત, મોટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478