Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 473
________________ (૨૨૮ | ધ્યાન અને જીવન ! એટલે એ તો રૌદ્રધ્યાનમાં ફસાય, પરંતુ અવિરતિ યાને વ્રત વિનાના સમ્યગ્દષ્ટિ અને વ્રતધારી દેશવિરતિ શ્રાવક પણ અવસરે એમાં ફસાઈ જાય છે. સર્વવિરતિધર મુનિને રૌદ્રધ્યાન ન હોય, કેમકે એ હિંસાદિ પાપોથી મન-વચન-કાયાએ પ્રતિજ્ઞાબદ્ધ સર્વથા વિરામ પામેલા છે; એટલે કદાચ પ્રમાદવશ આર્તધ્યાનમાં ચડે, પરંતુ રૌદ્રનહિ. નહિતર તો રૌદ્રધ્યાનના ચિંતનમાં ઉગ્ર કષાય થવાથી મંદકષાયનું આ તો સર્વવિરતિ-ગુણસ્થાનક જ ગુમાવી દે, સાધુ વેશ પડયો રહે, પણ આ ગુણસ્થાનકથી નીચે ઉતરી જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રૌદ્રધ્યાનના અતિ દૂર ચિંતન માત્રમાં ચડ્યા તો ઉતરી ગયા મિથ્યાત્વગુણઠાણે, અને ત્યાં સાતમી નરક સુધીનાં પાપ ભેગાં કર્યા, એટલે મુનિને રૌદ્રધ્યાન ન હોય. બાકી દેશવિરતિ શ્રાવક સુધી એ કયારેક આવી શકે. પ્ર૦ - શ્રાવકને ત્રસની દયા-અહિંસાનું તો વ્રત છે, પછી એ એવા જીવોના ઘાતનું ચિંતન કેમ કરે ? ઉ૦ એને નિરપરાથી ત્રસ જીવોની નિરપેક્ષ હિંસા ન કરવાનું વ્રત છે; કિન્તુ અપરાધી ત્રસની અહિંસાનું વ્રત કયાં છે ? ત્યાં સંભવ છે કે એવાની હિંસાના દૂર ચિંતનમાં ચડી જાય, તો રૌદ્રધ્યાન લાગે. પ્ર૦ - તો એ વખતે સમ્યકત્વ રહે ? જો ન રહે, તો તો એ તરત આ ગુણઠાણેથી નીચે પડવાનો, પછી આ ગુણઠાણે રૌદ્રધ્યાન કયાં રહ્યું. ઉ૦ - એવું નથી, સમ્યકત્વ રહી શકે છે, કેમકે સમ્યકત્વમાં તો સર્વજ્ઞોક્ત હેયઉપાદેય પદાર્થની માત્ર યથાર્થ શ્રદ્ધા છે, પણ હેયનો ત્યાગ નહિ. એટલે કર્મવશ હેયનું સેવન કરે છે. છતાં હેય ખોટું” એવી શ્રદ્ધા-પરિણતિ અંદર ખાને હોઈ શકે છે. ‘મારવામાં દોષ નહિ' એ બુદ્ધિને મિથ્યાત્વ-મોહનીય કર્મ કરાવે છે. સામાને મારું એવી બુદ્ધિને ચારિત્ર મોહનીય કર્મ કરાવે છે. તેથી મિથ્યાત્વ જઈ સમ્યકત્વ આવ્યું હોય છતાં ચારિત્ર મોહનીય કર્મ મારવાની બુદ્ધિ કરાવે એમ બને. માટે કહ્યું કે દેશવિરતિ સુધીના જીવોનું મન રૌદ્રધ્યાન પણ સેવી જાય. અહીં “મન” શબ્દ મૂકયો તે ધ્યાનની વિચારણામાં મન એ પ્રધાન અંગ છે એ સૂચવવા મૂકયો. આમ ભલે દેશવિરતિ સુધીનાને રૌદ્રધ્યાન આવતું હોય પરંતુ તેથી કાંઈ એમનું એ ધ્યાન પ્રશંસનીય નથી. એ તો નિત્ત્વ છે, અકલ્યાણને કરનારું છે. એ સહેજ વધુ ટકે કે વધુ ઉગ્ર બને તો સંભવે છે, હૃદયમાં અનંતાનુબંધી કષાય ઉઠીને જીવને નીચે મિથ્યાત્વે ય ઘસડી જાય. ૌદ્રધ્યાનનું ફળ અને વેશ્યા : હવે એ રૌદ્રધ્યાન કેવા બળ પર થાય અને તેથી શું વધે તથા કઈ ગતિ થાય એ બતાવે છે, - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478