Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 471
________________ ધ્યાન અને જીવન ધન-સરંક્ષણના ચિંતનમાં ઉગ્રતા એટલા માટે આવે છે કે એ ધનને ગમે તે ભોગે સાચવવાની ભારે તાલાવેલી છે, અને તેથી બીજાઓ પર શંકા ખાય છે કે ‘એ લઈ તો નહિ લે ?' વળી એ ભય વધતાં એ ધન નિમિત્તે જરૂર પડયે જીવઘાત સુધીની ક્રૂર લેશ્યા થાય છે કે ‘બધાને મારી નાખવા સારા.' ભિખારીને ઠીકરામાં મળેલા એંઠવાડિયા માલ ઉપર પણ અતિ મમતા વશ એના સરંક્ષણની ચિંતામાં એ થાય છે કે ‘આ હું કોઈ પણ ભિખારીને દેખાડું નહિ, કયાંય એકાંત ખૂણે જઈને થોડું થોડું ખાઉં, જેથી આ ઝટ ખૂટી ન જાય. એમાં સંભવ છે કે ત્યાં ય બીજા ભિખારી માગવા આવે ! તો ય એમને જરીકે ન આપું. ત્યારે એ વળી કદાચ ઝુંટવવાય આવે, તો ય હું શાનો આપું ? એમના બાપનો માલ છે ? લેવા તો આવે ? એમનાં માથાં જ ફોડી નાખું.’ આ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. ત્યારે મોટા લોભી રાજાની ય શી દશા છે ? એ ય પોતાનું રાજ્ય ટકાવી રાખવા અવસરે આવા વિકલ્પોમાં ચડે છે. કલ્પનામાં કોઈ રાજાનું આક્રમણ લાવી એની સેના સાથે એનો કચ્ચરઘાણ કાઢીને ય પોતાનું રાજ્ય સરંક્ષણવાના રૌદ્રધ્યાનમાં ચડે છે. આ રૌદ્રધ્યાન સજ્જનોને ઈષ્ટ નથી હોતું, કેમકે એમાં એક તો નાશવંત પરિગ્રહની અતિ મમતા રહી પરમાત્માદિનું શુભ ધ્યાન ચૂકાય છે; અને બીજું, સારા પણ માણસો માટે ય શંકા રહે છે કે ‘એ લઈ તો નહિ લે ? કોને ખબર શું કરે ? વગેરે. ને તેમાં આગળ વધતાં ઉગ્ર ક્રોધ-હિંસાદિના પાપવિચારો સલુભ બને છે; જીવ પાપિષ્ટ અધ્યવસાયોથી વ્યાકુળ રહે છે. અહીં પ્રારંભે ‘શબ્દાદિ વિષયોનું સાધતભૂત' એવું ધનનું વિશેષણ મૂકયું. એ સૂચવે છે કે માત્ર એવા વિષયો મેળવવા-ભોગવવાના ઉદ્દેશથી ધનનું સંરક્ષણ કરવાનું ધ્યાન એ રૌદ્રધ્યાન સુધી પહોંચી જાય; પરંતુ દેવદ્રવ્યની સંપત્તિ-મિલકત સંરક્ષવાનું ચિંતન દુર્ધ્યાનમાં નહિ જાય. દેવદ્રવ્યસંરક્ષણની બુદ્ધિ તો ધર્મબુદ્ધિ છે. ૨૨૬ રૌદ્રધ્યાન કોને ? હવે ચારે પ્રકારનાં રૌદ્રધ્યાનમાં વિશેષતા બતાવવા સાથે ઉપસંહાર કરે છે. હિંસા-મૃષા-ચોરી-સરંક્ષણના વિષયનું ક્રૂર ચિંતન એ હિંસાદિ જાતે જ કરવા અંગે હોય એવું નહિ, કિન્તુ હિંસાદિ બીજા પાસે કરાવવાનું ય ઉગ્ર ચિંતન હોઈ શકે; તેમજ બીજા એ હિંસાદિ કરતા હોય એની અનુમોદનાનું ય ક્રૂર ચિંતન સંભવી શકે છે. એમ દરેક પ્રકારમાં ૩-૩ રીતે રૌદ્રધ્યાન લાગે છે. દા.ત. હિંસાદિ કરાવવા અંગે રૌદ્રધ્યાન : બીજા પાસે કોઈને પિટાવવા-બંધાવવા-વિધાવવા-ડામવા મારી નખાવવાનું ર ચિંતન હોય; યા અસભ્ય-ચાડી-જૂઠ બોલાવવા કે હિંસાનો ઉપદેશ કરાવવાનું ય ચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478