Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 470
________________ રૌદ્રધ્યાન H૨૨૫) તફડાવી લેવાના ક્રૂર ચિંતનમાં ચડે છે. એમ તીવ્ર લોભથી ગ્રસ્ત બનેલો જીવ ધારેલું કશું ગમે તે રીતે મેળવવા ચોરી લૂંટ-ઉઠાવગીરી કરવાના સૂર ચિંતનમાં ચડે છે. આ તીવ્ર ક્રોધી કે લોભીને ધાર્યું સફળ થશે કે કેમ એ નિશ્ચિત નથી. અરે ! એ ચોરીનો પ્રયત્ન પણ કરવા પામશે કે કેમ એ ય નકકી નહિ, છતાં આંધળિયા કરીને અત્યારે એ એનું નૂર ચિંતન કરે છે એ તો રૌદ્રધ્યાનરૂપે લમણે લખાઈ જાય છે. તીવ્ર ક્રોધ અને લોભની વ્યાકૂળતા જ એવી છે કે આવાં આંધળિયા કરાવે. ત્યારે જેને એવા આંધળિયાના યોગે આ જીવનમાં આવતાં ભયંકર ફળનો વિચાર , જ ન હોય, અહીં એ ચોરીમાં પકડાઈ જતાં કેવી સજા બેઆબરુ વગેરે સરજાશે, એનો વિચાર કે ડર ન હોય, એને એ નહિ તો પરલોકમાં આ ઘોર પાપથી ઊભાં થયેલ ભયંકર અશુભ કર્મના અતિ કટ વિપાકે કેવાં કેવાં નરક ગમનાદિ જાલિમ દુ:ખ ભોગવવા પડશે, એની તે પરવા હોય જ શાની ? પરલોકના અનર્થોનો ય એ બેપરવા બને છે. એટલે જ ચોરીના ઉગ્ર ચિંતનમાં જો એને કદાચ લાગે કે એની આડે કોઈ રોકવા-પકડવા આવશે તો એને મારવા સુધીનો નિર્ણય કરી લે છે. દઢપ્રહારી એવા કુર ધ્યાનથી ચોરી કરવા પેઠો, તો વચમાં આડે આવેલી ગાય વગેરેને એણે હાણી નાખી. આવું દૂર ચિંતન એટલા જ માટે અનાર્ય કોટિનું છે. આર્ય એટલે, સર્વ ત્યાજ્ય ધર્મ જેવાં કે શિકાર, જુગાર ચોરી વગેરે, એનાથી બહાર નીકળી ગયેલો. ત્યારે એમાં પડેલો તે અનાર્ય. એનાં એ ખરાબ કૃત્ય પણ અનકહયાય, અને એનાં દૂર ચિંતન પણ એવા જ કહેવાય, માટે અહીં એ રૌદ્રધ્યાનને અનાર્ય કહ્યું. અને ત્રીજો પ્રકાર થયો. તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન હવે રૌદ્રધ્યાનના ચોથા પ્રકારની વાત, સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન એ રૌદ્રધ્યાનનો ચોથો પ્રકાર છે. એમાં ન સંરક્ષણમાં મશગુલ ઉગ્ર ચિંતન હોય છે. જીવને સારા સારા શબ્દ-રૂપ-રસ વગેરે વિષયો મેળવવા-ભોગવવા બહુ ગમે છે. અને એની પ્રાપ્તિ ધનથી થાય છે. તેથી એ સાધન-ભૂત ધન મેળવવા-સાચવવા તત્પર રહે છે. એ માટે “એ કેમ મળે, કેમ સચવાય.” એના તરબોળ ચિંતનમાં ચડે છે. આમાં ખૂબી એ છે કે મેળવવાનું ચિંતન આર્તધ્યાનમાં જાય અને સાચવવાનું ચિંતન રૌદ્રધ્યાનમાં જાય; કેમકે મેળવવા કરતાં સાચવવાની બદ્ધિમાં કરતા આવે છે. અલબત્ મેળવવાની લશ્યામા ય કઈ જઠ-ચોરી-જીવઘાતની ક્રૂર વિચારણા હોય તો ત્યાં ય રૌદ્રધ્યાન પણ બની જાય. પરંતુ એમ તો સાચવવાના ચિંતનમાં આ મળેલું કેમ ટકે.” એનું સામાન્ય ચિતન હોય તો એ પણ આર્તધ્યાનરૂપ બને છે. છતાં સાચવવાની લેગ્યા જોરદાર રહે ત્યાં એનું ચિંતન ઉગ્ર ફર બનવાથી રૌદ્રધ્યાન બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478