Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 477
________________ ૨૩૨ ધ્યાન અને જીવન (૮) વળી કોઈને દુ:ખ દીધાં, કોઈ પાપ કર્યા, અનુચિત વર્ત્યા.. ઈત્યાદિનો સંતાપ-પસ્તાવો જ ન મળે. મોઢું-મુદ્રા જ એવી ધિઠ્ઠી દેખાય, યા બોલે ‘એમાં શું થઈ ગયું ? શું ખોટું કરી નાખ્યું ?’ કોઈ શિખામણ આપે તો સામો થાય, ‘એવું તે મેં શું કર્યું છે ? આ તમે જ મને હલકો પાડો છો..' આ શું ? અંતરમાંનાં રૌદ્રધ્યાનનો બહાર બખાળો. די (૯) પાપ કરીને ખુશ થાય, બહાર બડાઈ ગાય, ‘કેવો એને મેં ફટકાર્યો ?’ દા.ત. ત્રિપુષ્ઠ વાસુદેવે સિંહને ચીરી નાખી અને શય્યાપાલકના કાનમાં ધખધખતું સીસું રેડાવી ખુશી અનુભવી. પાપની ભારે ખુશી દેખાય તો સમજાય કે અંતરમાં રૌદ્રધ્યાન પ્રવર્તે છે. બીજાનું તો પછી પણ આપણી જાતમાં ય જોવાનું છે, કે આવું કોઈ લિંગ નથી ને ? મૂઢ મન રૌદ્રધ્યાન કરતું હોય છતાં એને લાગતું નથી કે હું રૌદ્રધ્યાન કરું છું. ત્યાં ઉપરોક્ત કોઈ લિંગ દેખાય તો અંતરમાં રૌદ્રધ્યાન હોવાનું સમજી લઈ એને અટકાવવું જોઈએ, ને એ માટે બહારના લિંગથી ઉલટો માર્ગ લેવો પડે દા.ત. બીજાની આફત દેખી આપણા મનમાં દુ:ખ કરવું હમદર્દી દાખવવી, પ્રાર્થના કરવી, ‘બિચારાની આપદા ટળો..' વગેરે. આ રૌદ્રધ્યાન અંગે ટૂંકમાં વિચારણા થઈ. (સમાપ્ત) આન એટો છોઈ વિષય પર એકાગ્ર મન ધ્યાનને માટે મન તો એક સાધન છે. બાકી ધ્યાન કરનાર આત્મા છે. તેથી મનને કેવું પ્રવર્તાવવું એ આત્માની મુનસફીની વાત છે. શુભ અથવા અશુભ ધ્યાન આત્મા ધારે તેવું કરી શકે છે. એટલે શુભાશુભ ધ્યાન દ્વારા સુખ-દુઃખ, શાન્તિ-અશાન્તિ અને કર્મબંધકર્મક્ષય કરનાર આપણે પોતે જ છીએ. આપણું આ સ્વાતન્ત્ય જો સમજીએ, તો મનને અશુભથી રોકી શુભ ધ્યાનમાં પ્રવર્તાવી એના અનુપમ લાભ લેતા રહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478