________________
- રૌદ્રધ્યાન
(૨૩૧) ભાગે બહુવાર પ્રવર્તતો હોય, અર્થાત્ વારે વારે એ હિંસા કરે, હિંસાનું બોલે યા જૂઠુંનું સમર્થન કરે... વગેરે.
(૨) બહુલદોષ” એટલે કે એમ માત્ર એકમાં નહિ, પણ એ બધાય હિંસા જૂઠ, આદિ ચારેમાં વાણીથી યા વર્તાવથી વારંવાર પ્રવર્તતો રહેતો હોય.
(૩) “નાનાવિધ દોષ” અર્થાત્ હિંસાદિના અનેક ઉપાયોમાં પ્રવર્તતો હોય; દા.ત. ચામડી ઉખેડવી, આંખ ફોડવી વગેરે હિંસાના ઉપાય કહેવાય, એમાં ને જુઠ-ચોરીસરંક્ષણના વિવિધ ઉપાયોમાં પ્રવર્તતો હોય. અને
(૪) “આમરણ' દોષ એટલે કે ચાહ્ય પોતાનું યા સામાનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી એને પોતાના આ હિંસાદિ દુષ્કૃત્યનો કોઈ પશ્ચાતાપ જ ન થાય. દા.ત. કાલસૌકરિક કસાઈને શ્રેણિક રાજાએ કૂવામાં ઊંધો લટકાવ્યો, જેથી એ હિંસા બંધ કરે; પરંતુ એણે તો ત્યાં ય મટોડાથી કુવાની દીવાલ પર પાડા ચિતરી ચિતરી હાથેથી કાપવાનું કર્યું. અહીં તો માત્ર ઊંધો જ લટકયો, પણ મરે તો ય શું? હિંસાનો ઉકળાટખુન્નસ પૂરો જ થાય નહિ.
આમ વચનથી કે કાયાથી જૂઠમાં, ચોરીમાં ને સરંક્ષણમાં પ્રવર્તે. આ બધાં રૌદ્રધ્યાનનાં લિંગ છે.
એવી રીતે બીજાં પણ લિંગ કહે છે. જેનું ચિત્ત રૌદ્રધ્યાનમાં ચડેલું હોય એનાં બીજાં પણ કેટલાંક ચિહ્ન આવાં હોય
(૫) બીજાને આફત-સંકટ આવે તો એના પર ખુશી દેખાડે, ચિત્ત બહુ સંકુલેશવાળું હોવાથી એને વધાવે કે આ ઠીક થયું કે એને આ આફત આવી. એજ લાગનો એ
હતો.”
(૬) જે કોઈ દુષ્કૃત્યો સેવતો-કરતો હોય એ નિરપેક્ષ હૃદયથી અર્થાત્ આ લોક કે પરલોકમાં એના કેવા અપાય-અનર્થ આવશે એનો કોઈ ભય નહિ, પરવા નહિ. દા.ત. બોલે કે આજે શાહુક્તરીમાં તો મરે, જૂઠ-ચોરીથી જ જીવાય, એમાં કશો વાંધો નહિ, પાપ-બાપ શાનાં લાગતાં હતાં ?
(૭) જીવન જીવતાં બીજા જીવો પર દયા ન હોય, એના વાણી-વર્તાવ જ એવા નિર્દય-નિકુર દિલના દેખાતા હોય; દા.ત, બોલે કે ભગવાને આ બીજા જીવો આપણાં જીવવા માટે જ બનાવ્યા છે. જીવો જીવસ્ય જીવનમ્” “આપણને હેરાન કરે એને ખત્મજ કરો...' વગેરે, ચાલે તો ય નીચે-કીડા મંકોડા મરે તેની પરવા ન રાખે. ખાનપાનમાં અભક્ષ્ય છૂટથી ને હોંશે હોંશે વાપરે.. ઈત્યાદિ અંતરનું રૌદ્રધ્યાન સૂચવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org