Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 472
________________ રૌદ્રધ્યાન =(૨૨૭) હોય; અથવા બીજા પાસે ચોરી લૂટ વગેરે કરાવવાનું ય દૂર ચિંતન હોય; અથવા બીજા પાસે વિધ્ય સુખ સાધનભૂત ધન-માલનું સરંક્ષણ કરાવવા અંગે પણ એવું ચિંતન હોઈ શકે, જેમ કે હું અમુક પાસે આ હિંસાદિ કરાવું..” અનુમોદનથી કેમ રૌદ્રધ્યાન ? એમ સ્વયં કરવાનું કે બીજા પાસે કરાવવાનું ય નહિ કિન્તુ કોઈ એ હિંસા-જૂઠ વગેરે આચરતા હોય એની અનુમોદના કરવાનું ય દૂર ચિંતન હોઈ શકે. જેમકે મનને એવા દૂર ભાવ થાય કે ફલાણાએ પેલાને માર્યો લૂટયો એ સરસ થયું ! એ એજ દાવનો હતો.” લડાઈના કાળમાં અજ્ઞાન લોકોએ આવાં ચિંતન બહુ કર્યા. જાપાનજર્મને બ્રિટિશ માણસોનો કચ્ચરઘાણ કર્યા. તે જાણી ખુશી થઈ એની અનુમોદનાનાં કૂર ચિંતન કર્યા. એવું હુલ્લડમાં બને છે. એમાં અમુકની કત્યુ થવાનું જાણી ખુશીનું ચિંતન થાય છે. અથવા હિંસામય મીલ વગેરેના સારી કમાઈના ધંધા પર એવું ચિતન થાય છે. અરે ? પોતાને જેના પર અરુચિ છે, એ કોઈથી કૂટાય-લૂંટાય, કે અકસ્માતનો ભોગ બને, એના પર ખુશીનું કુર-ચિંતન થાય છે. આ બધું રૌદ્રધ્યાન છે. એમ કોઈ જૂઠ બોલ્યું, કોઈએ ગાળો દીધી, ચાડી ખાધી, ખતરનાક સાક્ષી ભરી, એ ગમવા પર એની અનુમોદનાનું દૂર ચિંતન થાય; એમ કોઈએ કરેલ ચોરી, લૂંટ, ઉઠાઉગીરી અંગે ખુશીનું ચિંતન થાય. અથવા સિફતથી હોશિયારીથી અને બીજાના ઘાત સુધીની તૈયારી રાખીને ધનનાં સરંક્ષણ કર્યાની અનુમોદનાનું ચિંતન થાય, દા.ત. સેફડિપોઝિટ વોલ્ટમાં ચાલુ વિજળી પાવર સાથે ધનરક્ષા થાય છે કે જેમાં કોઈ લેવા ઘૂસે તો વિજળીક કરંટમાં ચોંટીને મરી જ જાય, તો એવા ધનરક્ષા પર ખુશીનું ચિંતન થાય કે વાહ ! આ સરસ સંરક્ષણ ! ચોરવા આવનારો હરામી ખત્મ જ થઈ જાય ! આ વગેરે ચિંતન ફૂર બનતાં રૌદ્રધ્યાનમાં લઈ જાય. આજના ભૌતિકતા-ધનપ્રીતિ-વિષયાસક્તિ-મશીનરી છાપા વગેરેના યુગમાં પોતાના જીવનને ચારે બાજુથી તપાસાય તો ખબર પડે કે કયારેક કયારેક હિંસાજૂઠ-ચોરી-સરંક્ષણ જાતે કરવા અંગેનું પૂર ચિંતન ભલે ન કર્યું પણ કરાવવા કે અનુમોદન અંગેનું ય દૂર ચિંતન આવી જાય છે કે નહિ? આવતું હોય તો એ રૌદ્રધ્યાનના ઘરનું ચિંતન બનવાનું. પૂર્વે કહેલ આર્તધ્યાનના ચાર પ્રકારમાં પણ કરાવવા-અનુમોદવા અંગેનું ચિંતન સમજી લેવાનું છે. હવે રૌદ્રધ્યાનના સ્વામી કોણ? અર્થાત્ કયા ગુણ-સ્થાનક સુધીના જીવને રૌદ્રધ્યાન આવી શકે ? તો કહે છે, મિથ્યાદષ્ટિ જીવોને તો બિચારાને સાચાં તત્વની ગમ જ નથી શ્રદ્ધા જ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478