Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 468
________________ રૌદ્રધ્યાન (૨૨૩) (૨) ભૂતનિહનવ એટલે વસ્તુ સ્થિતિ હોય એનો અપલાપ કરે. દા.ત. કહે કે ‘આત્મા જેવી વસ્તુ જ નથી.' પૈસાદાર હોય છતાં કહે કે મારી પાસે પૈસા જ નથી.' (૩) અર્થાન્તર-કથન એટલે એક પદાર્થને બીજો જ પદાર્થ કહેવો. દા.ત. બળદને ઘોડો કહે, અસાધુને સાધુ કહે. વગેરે.. એમ ભૂતપઘાતી વચન એટલે એવું બોલે કે જેની પાછળ જીવને પીડા કિલામણા હિંસા થાય. દા.ત. કહે છેદી નાખ, ભેદી નાખ, શેકી ઉકાળી નાખ, માર, વગેરે.. અલબત્ આ વચનમાં દેખીતું જૂઠ જેવું કાંઈ નથી, છતાં પણ એમાં પરિણામ જીવઘાતનું છે, તેથી એ વસ્તુનત્યા મૃષા છે. ઉપરોકત વચનમાં અવાન્તર અનેક પ્રકાર આવે. દા.ત. પિશુન તરીકે કેટલાય પ્રકારના અનિષ્ટ સૂચક વચન હોય; જેમ કે કોઈ પોતાના કિંમતી કામે બહાર નીકળતો હોય, એને અપશુકનિયું કહેવું કે તમારે ધબેડો જ વળવાનો છે, કાંઈ વળવાનું નથી. વગેરે. અસત્ તરંગે રૌદ્રધ્યાન :હવે રૌદ્રધ્યાનમાં એવું છે કે આવાં વચન બોલતો ન પણ હોય એ વખતે પણ એવું બોલવાનું નિમુરપણે દઢ ચિંતન કરે તો એ રૌદ્રધ્યાન બને છે. માણસ વિચારવાયુમાં કે હલકી વિચાર સરણીમાં જૂઠના એક યા બીજા પ્રકારના વચનના ચિંતન કેટલાય કરતો હોય છે, ત્યાં રૌદ્રધ્યાનમાં કેમ ન ઝડપાય ? કોરટમાં જુબાની આપવાની હોય ત્યારે ખરોખર તો પૂછવાનું તો શું ય આવે, પરંતુ મૂઢ માણસ પહેલેથી વિચારમાં ચડે છે કે કોર્ટમાં આમ પૂછશે, આમ પૂછશે..' તો મને આવડે છે. હું આવાં આવાં અસત્ય ઉત્તર આપી દઈશ,” ભલે પછી કદાચ એવું બોલવાનો અવસર ન આવે. છતાં આ નિપુર ચિંતનમાં રૌદ્રધ્યાનને શી વાર લાગે? એમ પુત્ર કે નોકર વગેરે ખરેખર ગુનામાં ન હોય છતાં બાપ કે શેઠ ગુનો કલ્પી ભયંકર ગુસ્સામાં ચિંતવે છે કે “હરામખોર આવે એટલે આવાં આવાં ભારે તિરસ્કારના વચન સંભળાવી સીધો દોર કરી દઈશ.” પણ પછી બને એવું કે પેલો આવી ખુલાસો કરે ત્યારે રોષ ઉતરી જાય. છતાં પહેલા ચિંતન કર્યું એ રૌદ્રધ્યાનની કક્ષાનું ય બની ગયું હોય. આ રૌદ્રધ્યાન કેવી કેવી રીતે આવે છે ? માયાવી જીવો દા.ત. વેપારી વગેરે, એમને બીજા પાસેથી યેન કેન પ્રકારે સ્વાર્થ સાધવો છે, એટલે એને સીસામાં ઉતારવા માટે સંકલ્પમાં ચડે છે કે હું આને આમ કહીશ, સાચા તરીકે જૂઠું આમ ગળે ઉતારી દઈશ’ આવાં મૃષાભાષાણ હિંસા પ્રેરક વચન કે પાપોપદેશ પર મન કેન્દ્રિત થઈ જાય, એ માયાવીને રૌદ્રધ્યાન સુલભ થયું ગાગાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478