Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 467
________________ (૨૨૨) ધ્યાન અને જીવન, અથવા ખૂબ રીબાવું ફાડી નાખું, છુંદો કરી નાખું, વગેરે વગેરેને જીવને પીડવાની વસ્તુ પર મન કેન્દ્રિત કરે, એ પહેલા પ્રકારનું રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાન કેવા પ્રસંગે ? ત્યાં ગ્રહ-ભૂતની જેમ કોઈ ભારે વળગ્યો હોય છે. પોતાનો સ્વાર્થ ભંગાયો હોય ત્યાં આમ બની આવે છે. શેઠને નોકર પર, માબાપને દીકરા પર, પાડોશીને પાડોશી પ્રત્યે... વગેરેમાં પણ આમ બને છે. દેશ-પરદેશના તેવા સમાચાર જાણીને, કોરટમાં ગુનેગારને છોડી મૂકવાનું સાંભળીને. ઈત્યાદિ ઈત્યાદિ કઈ પ્રસંગે પરચિંતાવાળાનું મન રૌદ્રધ્યાન સુધી ચડી જાય છે. જેવું કોધના આવેશથી, એવું અભિમાનમાં ચડી પણ એમ બને છે. દા.ત. રાવણે અભિમાનથી ચડીને લક્ષ્મણનું ગળું છેદી નાખવા ધાર્યું ત્યાં રૌદ્રધ્યાન આવ્યું. માયાના કે લોભના આવેશમાં પણ એમ બને. કોણિકે રાજ્યના લોભમાં સગા બાપ શ્રેણિકને કેદમાં નખાવી સાટકા મરાવવા પર મન કેન્દ્રિત રૌદ્રધ્યાનથી નરક :- એ રૌદ્રધ્યાનનું પરિણામ બહુ કનિષ્ઠ આવે છે. એથી નરકાદિ દુર્ગતિમાં દુ:ખોમાં રીબાવું પડે છે, જીવન સારું ધર્મમય ગાળ્યું હોય પણ કયારેક રૌદ્રધ્યાન આવે અને કદાચ એ જ વખતે આયુષ્ય બંધાઈ જાય તો નરકનું બંધાય, અને એક વાર તો સીધા નરક ભેગા થવું જ પડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મહા સંયમી તપસ્વી મનોમન લડાઈ અને હિંસાના ધ્યાનમાં ચડયા, અને એ જ વખતે શ્રેણિકે મહાવીર ભગવાનને એમની ગતિ પૂછી, તો પ્રભુએ કહ્યું, ‘પ્રસન્નચંદ્ર હમાગાં મરે તો સાતમી નરકે જાય' જીવન વલોપાતિયું ને લોભ-લાલચ ભર્યું કે અહંકારમાં તણાતું જીવાય તો રૌદ્રધ્યાન સુલભ બને છે. આટલી રૌદ્રધ્યાનના પ્રકારની વાત થઈ. ૨. મૃણાનુબંધી રૌદ્રધ્યાન હવે બીજા પ્રકારનું મૃષાનુબંધી રૌદ્રધ્યાન આવા સ્વરૂપનું હોય છે. મૃષાનુબંધી રૌદ્રધ્યાન એ તેવા તેવા પ્રકારના દુષ્ટ વચન બોલવાના ઉગ્ર ચિંતનમાં થાય છે. બીજાની ચાડી-ચુગલી કરવાનું ચિંતવે, પોતાને ન ગમતી બીજાની ગંભીર વાત કોઈની આગળ મીઠું-મરચું ભભરાવીને કહી દેવાની ચોકકસ ઉગ્ર ટૂર ધારણા કરે, ત્યાં રૌદ્રધ્યાન લાગે છે. એમ ઉગ્ર પરિણામથી તિરસ્કાર વચન, ગાળ, અપશબ્દ યા અધમ અસભ્ય બોલવાનું ચિંતવે એ પણ રૌદ્રધ્યાન છે. અસત્ય વચન ૩ પ્રકારે હોય, ૧. અભૂતોદ્ભાવન, ૨. ભૂતનિન્હવ, ને ૩. અર્થાન્તર-કથન (૧) અભૂતોદ્ભાવના એટલે ન હોય એવી વસ્તુ બોલવી દા.ત. આત્મા વિશ્વવ્યાપી નથી, છતાં કહેવું કે એ વિશ્વવ્યાપી છે. પોતે શ્રીમત કે વિદ્વાન ન હોય છતાં કહે કે હું શ્રીમંત છું, વિદ્વાન છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478