Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 457
________________ (૨૧૨) ધ્યાન અને જીવન જ વાતો જોવા મળે છે. પછી એમાં પ્રજાના માનસસ્તરમાં પવિત્રતા પ્રશાંતતાતંદુરસ્તીના વિચારને સ્થાન જ નથી એવા પરોપકાર પ્રજાને આર્તધ્યાનથી શું બચાવી શકે ? અરે ! રૌદ્રધ્યાન પણ સુલભ થઈ ગયા. દેખાય છે આજે કે યંત્રવાદના ફાલવા ફૂલવામાં માણસ પશુ પ્રત્યે કેવો નિર્દય બની ગયો છે. બિભત્સ સિનેમા દશ્યો, શૃંગારી રેડિયો ગીતો, માંસાહારી સુધી અભક્ષ્યને તથા ટેસબંધ ખાણાં પીણાને સુલભ કરતી હોટલો, આધુનિક વેશભૂષા, ગર્ભપાતની કાયદેસર સગવડ, સંતતિ નિયમનનાં સાધન, ઊંચું જીવન ધોરણ (એટલે કે પૂર્વના દુકાળની મોંધવારી કરતાં ય ચીજ વસ્તુના ભીષણ ઊંચા ભાવ) યાંત્રિક સુસજજ કcખાનાં, ફાર્મસીઓ લેબોરેટરી વિગેરેને લોહી-ચરબી આંતરડાં ચામડાની સુલભતા, નીતરતું ભૌતિક શિક્ષણ.. વગેરે વગેરે માનેલા પરોપકારના પ્રચારે આજે જનમાનસ કેવા બેફામ બનાવી દીધાં છે ! નહિતર આજે વાત વાતમાં હડતાલ, કામની ચોરી, વિદ્યાર્થીઓનાં તોફાન, વ્યભિચારની પ્રચુરતા, ચોરીઓ, લાંચ આદિ ભ્રષ્ટાચાર, કોર્ટ કેસોનો રાફડો, વગેરે શાનું વ્યાપક બનેલું હોય ? આમાં કયાં શુભ ધ્યાન રહે ? શુદ્ધ ધર્મની પરાભુખતામાં મન આર્તધ્યાનની જંજાળમાં પડેલું હોય. (૩) પ્રમાદ-તત્પરતા આર્તધ્યાનનું એક લક્ષણ છે પ્રમાદપરતા. જે આત્મા પ્રમાદમાં લીન રહેતો હોય એ આર્તધ્યાનમાં વર્તતો હોય છે. પ્રમાદ એટલે અત્યંત ચૂકવું ભૂલવું. શું ? પોતાનો આત્મા-આત્માને ભૂલી બાહ્મમાંજ મા ઉન્મત્ત બેભાન રહેવું એ પ્રમાદ પ્રમાદપરતા. પ્ર૦ - શું પ્રમાદની વાત પૂર્વ લક્ષણમાં ન આવી ગઈ? પૂર્વ કરતાં આ લક્ષણમાં શો ફેર પડ્યો ? ઉ૦ - ફરક આ, કે જીવ એવો વિષયમૃદ્ધ ન ય હોય, તેમજ સધ્ધર્મ-પરામુખ નહિ પણ ધર્મસાધના કરનારો હોય, છતાં સંભવ છે કે એ ધર્મસાધના સિવાયના કાળમાં જો બહુ બાહ્યમાં રચ્યો પચ્યો રહેતો હોય, પછી ચાહ્ય એ વેપારમાં લયલીન હોય યા મોજશોખનો શોકીન હોય, અથવા વાતોડિયો હોય, કે ડાફોળિયામારું યા જેને તેને મળવ-કરવું ને હરવું-ફરવું કરનારો હોય તો એ પ્રમાદી ગણાય; ને એ પણ આર્તધ્યાનમાં વર્તનારો હોય છે. પછી એની ધર્મ સાધનામાં ય આ પ્રમાદનો રસ નહિ અટકે. એને ધર્મક્રિયા વખતે ય વાતચીતો કરવા જોઈએ, આડા અવળાં ડાફોળિયાં મારવા જોઈશે, કે આચડકૂચડ વિચારો કર્યા કરશે. આ બધું પ્રમાદ છે. નિદ્રા, ઝોકાં, આલસ એ તો પ્રમાદ છે જ, પરંતુ વાતચીતો-કથલી-ડાફોળિયાં સંકલ્પવિકલ્પો એ પણ પ્રમાદ છે. પ્રમાદ એટલે કર્તવ્યમાં ચૂકવું તે. એ હિસાબે ધર્મમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478