Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 456
________________ આર્તધ્યાનના બીજા લક્ષણો (૨) સદ્ધર્મ પરામુખતા : સદ્ધર્મ એટલે શુદ્ધ ધર્મ, વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવંતોએ કહેલો ધર્મ. એ ધર્મમાં ક્ષમા, મૃદુતા... આદિ, તથા અહિંસા, સત્ય બ્રહ્મચર્યાદિ, તેમ તપ, પવિત્રમન વગેરે સાધુનો ધર્મ આવે. એવી રીતે ગૃહસ્થ ધર્મમાં સમ્યગ્દર્શન, જિનભકિત, સાધુસેવા તથા સ્થૂલ અહિંસાદિ વ્રતો, અને ક્ષુદ્રતા આદિ ૨૧ ગુણો વગેરે આવે. હવે જો જીવ આનાથી તદ્દન પરાર્મુખ હોય અર્થાત્ આમાંથી શક્ય કોઈપણ પ્રકાર સાધવાની પડી ન હોય. એમ જો ધર્મની દિશા જ નહિ, પરવા જ નહિ, અર્થાત નહિ ક્ષમાની પરવા, નહિ નમ્રતા-મૃદુતાની પરવા,.. તો એનો અર્થ જ એ કે એવા જીવને ક્રોધ કરવામાં, અભિમાન-મદ-ગુમાન કરવામાં.. કોઈ સંકોચ નહિ. એમ, અહિંસા સત્ય-ન્યાય નીતિ-સદાચાર વગેરેનું વલણ જ નહિ, એટલે હિંસા-આરંભ સમારંભ જૂઠ-અનિતિ દુરાચાર વગેરે સેવવામાં ય સંકોચ નહિ રહેવાનો. એમ જો દાન-શીલ-તપ-ભાવના દેવપૂજા સાધુસેવા કરવાનું, વગેરેને જીવનમાં સ્થાનજ નથી તો ધનનું અર્જન-રક્ષણ, નિર્મર્યાદ વિષયોપભોગ, યથેચ્છ ખાનપાન આહારાદિ સંજ્ઞાઓના જ વિચાર, દુન્યવી સગા-સ્નેહી અને કાયાની સુખશીલતામાં ડૂબાડૂબતા વગેરે જ પ્રવર્તતા હોય. જ્યાં દિવસ રાત કોઈ સમયમાં પણ પ્રભુ નામનું સ્મરણ નહિ, સ્મરવાની ચિંતા ય નહિ, ત્યાં અર્થકથા ભોજનકથા રાજકથા દેશકથા વગેરે વિકથા કુથલીની જ કે એની જ ચિંતા વિચારણાની બોલબાલા હોય. સારાંશ, ધર્મની પરામ્મુખતા જ છે તો પાપપ્રવૃત્તિ પાપવાણી-પાપવિચારણાનીજ ભરચકતા રહેવાની. એ હોય એટલે આત્મા સાથે કોઈ સબંધ નહિ, સબંધ જડ કાયામાયા સાથે. એમાં પછી મનને આર્તધ્યાન જ સુલભ થવાનું. સહેજે સહેજે ઈષ્ટ અનિષ્ટના સંયોગ વિયોગની વાતમાં જ મન કેન્દ્રિત રહેવાનું. એમ કોઈ બિમારી આવી તો ધર્મપરામુખતાને લીધે એકલી હાયવોય, વેદના વ્યાકુળતા તથા ગમે તેવા ઔષધાદિ ઉપચારમાં લયલીનતામાં મન ગુંથાયેલું રહેવાનું. એમ ધર્મનો ખપ જ નથી એટલે દુન્યવી સિદ્ધિઓની આશંસાઓ જ મનને પકડવાની. ધર્મપરાન્મુખતામાં મનને ચારે પ્રકારના આર્તધ્યાન સુલભ રહેવાના. આજે દુનિયામાં દેખાય છે કે ઘણા માણસો શુદ્ધ ધર્મથી પરાસ્મુખ છે, તો એમના જીવનમાં જડની જ પ્રવૃત્તિ વિષય વિલાસ, મોજમજાહ વગેરેની બોલબાલા ચાલી રહી છે. એ કયાં શુભ ધ્યાનમાં રહી શકે ? આર્તધ્યાન જ ચાલી રહ્યા હોય. જો ધર્મનો ખપ જ નથી તો મોટા રાજાઓને શું કે ગરીબોને શું પોતપોતાની કક્ષાનાં આર્તધ્યાન ચાલવાનાં. આજે પ્રધાનો ભલેને પ્રજાના પાશ્ચાત્ય ઢબના પરોપકારની વાત કરતા હોય, છતાં એમાં ધર્મનો ખપ નહિ, એટલે કોરી કડકડતી જડ-ઉન્નતિની Jain Education International For Private & Personal Use Only ૨૧૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478