Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 459
________________ ધ્યાન અને જીવન ૨૧૪ મળે નહિ, તેથી સૂચિત થાય છે કે પ્રમાદ બહુલતા આર્તધ્યાનને સુલભ રાખે છે. (૪) જિનમતની ઉપેક્ષા : આર્તધ્યાનનાં ‘ધ્યાનશતક' શાસ્ત્રમાં બતાવેલાં છેલ્લાં ચાર લક્ષણો પૈકી ચોથું લક્ષણ આ છે કે જીવ જિનમતની અપેક્ષા વિનાનો હોય, પરવારહિત હોય, ઉપેક્ષા કરનારો હોય,'એ હોય તો સમજવું પડે કે એ જીવ આર્તધ્યાનમાં સબડી રહ્યો છે. જિનમતની અપેક્ષા એટલે કે જિનેશ્વર ભગવાનનાં સિદ્ધાન્તને માથે ચડાવી એની વંફાદારી હૈયે અંકિત કરાય, અને પોતાના દરેક વ્યવહારમાં દરેક પ્રવૃત્તિમાં દરેક વર્તાવ, વાણી અને વિચાર સુદ્ધામાં એ તકેદારી રખાય કે એ સિદ્ધાંતની પરવા રહે, બેપરવાઈ ન આવે. સુલસાની પરીક્ષા કરવા ‘એ સમ્યગ્દર્શનમાં કેવી નિશ્ચલ છે, એમ પરીક્ષા કરવા અંબડ પરિવ્રાજક એ સુલસાના ઘરે આવ્યો. સંન્યાસીના વેશમાં છે. એટલે એને ઘરમાં પેસતો જ જોતાં સુલસાએ મોં ફેરવી નાખ્યું, એ વિચારથી કે આ કુગુરૂની સામે જોઉં તો રખે ને મારું સમ્યગ્દર્શન રત્ન મેલું થાય તો ? જિનમત કહે છે કે ‘શંકા,કાંક્ષા-કુલિંગીનો પરિચય, એ સમ્યગ્દર્શનના અતિચાર છે. તો એવા જિનમતના હિસાબે કુલિંગી-કુગુરુને સામે મોં આપવા જેટલો પણ પરિચય કેમ કરાય ? ‘આમ જિનમતની અપેક્ષા રાખી સામું ન જોયું એટલે અંબડને લાગ્યું કે આ કોઈ એની દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધામાં પાકી છે.' એવું પછી પણ અંબડે વિચાર-શકિતથી શહેરના દરવાજે દરવાજે ક્રમશ: એકેક કુદેવના રૂપ કર્યાં, એને જોવા નગર ઊલટ્યું, પરંતુ જિનમતની અપેક્ષા પરવા-ગરજવાળી સુલસા ન ગઈ. એટલે અંબડને એની શ્રદ્ધાની વિશેષ ખાતરી થઈ. અહીં જે સુલસાએ આ જિનમતની અપેક્ષા રાખી, તો ચિત્ત એનું સ્વસ્થ કહ્યું. પરંતુ જો એવી જિનમતની અપેક્ષા ન રાખી હોત ને ઉપેક્ષા સેવી હોત, ને મનમાં એમ લાવી હોત કે ‘ભલે ને જિનમતે આવાની સામે જોવાની ના પાડી, પણ જોઉં તો ખરી કે એ કેવો છે,' તો એ અસ્વસ્થતા-વિહ્વળતા થાત. આવી એક ઈંદ્રિય વિષયને જોવાની વિહ્વળતામાં આર્તધ્યાન આવીને ઉભું રહેત. અથવા કહો કે જો મનને આવી જિનમતે નિષેધ કરેલ વસ્તુને જોવાની આતુરતા વિહ્વળતામાં આર્તધ્યાન સેવ્યું હોત તો એનાં દિલમાં જિનમતની અપેક્ષા યાને માથે જિનમતનું બંધન રાખ્યું ન ગણાત. આમ જિનમતની અવગણના કરવામાં કોઈ ને કોઈ આર્તધ્યાન પોષાતું હોય છે. મરીચિને અવિવેકી કપિલ રાજકુમાર કહે છે, ‘બોલો, તમારા મતમાં ધર્મ હોય તો હું સંસાર ત્યાગ કરી તમારો શિષ્ય થાઉં. બાકી તમે કહો છો એમ તમને છોડીને સાધુ પાસે દીક્ષા લેવા જવા તૈયાર નથી. વૈરાગ્ય તમારાથી પામ્યો અને દીક્ષા ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478