Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 462
________________ ૨૨. આર્તધ્યાનના સ્વામી) આર્તધ્યાનનાં લક્ષણો બતાવ્યા પછી હવે શાસ્ત્રકાર મહર્ષિ આર્તધ્યાનનાં સ્વામી કોણ હોય એ બતાવે છે. મિથ્યાદષ્ટિ આત્માઓને તો આર્તધ્યાન હોય જ છે. પરંતુ અવિરતિ-સમ્યગ્યદષ્ટિ જીવો, દેશવિરતિ-શ્રાવક, તથા પ્રમાદનિષ્ટ સાધુ સુધીનાને પણ આર્તધ્યાન હોઈ શકે આમાં “અવિરતિ' એટલે પ્રતિજ્ઞા પૂર્વક હિંસાદિ પાપથી વિરતિ નહિ યાને વિરામ નહિ, અર્થાત્ પાપનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ નહિ એનું નામ અવિરતિ છે. એટલે કદાચ વર્તમાનમાં હિંસાદિ પાપ આચરતો ન હોય છતાં જો એના ત્યાગની પ્રતિજ્ઞા નથી કરી તો એ અવિરતિ છે. વર્તમાનમાં પાપ આચરતો નથી એ તો માત્ર પાપની અપ્રવૃત્તિ કહેવાય, પરંતુ પાપની વિરતિ નહિ, પાપથી વિરામ નહિ. કેમકે ભલે અત્યારે પાપ સેવતો નથી. છતાં દિલમાં કયારેય પણ પાપ સેવવાની અપેક્ષા બેઠી છે, કે અવસર આવ્યું મારે પાપ કરવાની છૂટ છે.’ માટે તો એ છૂટ ઊભી રાખવા પાપના ત્યાગની પ્રતિજ્ઞા નથી કરતો. આવી પાપની છૂટ પાપની અપેક્ષા એ પણ અવિરતિ નામનું પાપ જ છે. જૈન ધર્મની આ એક મહાન વિશેષતા છે કે અવિરતિને એ પાપ રૂપ બતાવે છે! બીજાઓ કહે છે કરે તે ભરે” અર્થાત પાપ આચરે એને એનું ફળ, દુ:ખ ભોગવવું પડે. પરંતુ જૈન ધર્મ તો આગળ વધીને કહે છે કે વરે તે પણ ભરેઅર્થાતું 'દિલથી પાપને જે વરેલો હોય એટલે કે પાપની છૂટવાળો હોય, અપેક્ષાવાળો હોય, એને પણ એનું ફળ કર્મબંધ અને દુ:ખ પામવું જ પડે.' હવે સમ્યગદષ્ટિ જીવ પાસે જે સમ્યકત્વ છે એ તો એનામાં શુભધ્યાન-ધર્મધ્યાનનું પ્રેરક છે, કિંતુ સાથે જે અવિરતિ છે યાને વર્તમાનમાં પાપ ન આચરવા છતાં દિલમાં પાપની જે અપેક્ષા બેઠી છે, એ એને આર્તધ્યાન કરાવે છે. એણે પ્રતિજ્ઞા કરીને પાપ બંધ નથી કર્યું, એટલે પછી કેમ ? તો કે પાપને લગતી ઈષ્ટ-અનિષ્ટ વસ્તુઓ અંગે દિલમાં રાગ-દ્વેષના મૂળ ઉપર તો આર્તધ્યાન મહાલનારું હોય છે, એ હિસાબે અવિરતિવાળાને આર્તધ્યાન બહુ સુલભ રહે છે. અહીં એક પ્રશ્ન થાય, પ્ર૦ - તો પછી સમ્યગદષ્ટિ અવિરતિવાળાને ભલે આર્તધ્યાન સુલભ હોય, પરંતુ મિથ્યાદષ્ટિ વિરતિવાળાને તો આર્તધ્યાન નહિ ને ? ઉ૦ - મિથ્યાદષ્ટિ જીવે ભલે કોઈ પાપના ત્યાગની પ્રતિજ્ઞા કરે, પરંતુ એ વિરતિભાવ પામ્યો ન કહેવાય. કેમકે વિરતિ એ સમ્યગ્દર્શન પામ્યા પછીની જ ભૂમિકા છે. પહેલું 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478