Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 461
________________ ૨૧૬ ધ્યાન અને જીવન ભાઈના રગડા, માલમાં ભેળસેળ, લાંચરુશ્વત, વગેરે ભયંકર પાપો કેવા ચાલી રહ્યા છે એ તો જુઓ...’ આવું લાગવા-બોલવામાં જિનમતની અપેક્ષા કયાં રહી ? જે એમ બોલે કે ‘જિનમત તો કહે, પણ આજનો કાળ જોવો જોઈએ ને ? ને મોટાં પાપ આગળ આ શી વિસાતમાં છે ?’ તો આમાં જિનમતને અવગણવાનું જ થાય. એવી રીતે દેવદર્શન-પૂજન આદિ ધર્મસાધના કરતો હોય પણ એમાં કોઈ ધ્યાન ખેંચે કે ‘આવી રીતે અવિધિ ન કરાય, શાસ્ત્ર આને અવિધિ કહે છે. ત્યારે એમ જવાબ દે કે ‘હવે બધી વિધિને અવિધિ કહેવા બેસશો તો કોઈ દર્શન-પૂજા કરવા જ નહિ આવે.’ આવું કેમ બોલાય છે ? વિધિ-અવિધિ સમજાવનાર શાસ્ત્ર પર યાને જિનમત પર મદાર નથી, બહુમાન નથી, સાપેક્ષભાવ નથી, માટે એવું બોલાય છે. આવી આવી રીતે જિનમતને અવગણવા પાછળ હૈયામાં સગવડપંથીપણું છે, ને ત્યાં એક યા બીજા પ્રકારનું આર્તધ્યાન પોષાય છે. સગવડપંથીપણું આર્તધ્યાન અને જિનમતઅવગણનાને પોષે છે. જિનમતની અવગણના બીજી રીતે જોઈએ તો, જિનમતમાં જે હેય અને ઉપાદેય અર્થાત્ ત્યાજ્ય અને આદરણીય તત્ત્વ કહ્યા છે અથવા થોડું ભણ્યો હોય, કુળસંસ્કાર પામ્યો હોય, તો હેય-ઉપાદેયનો ખ્યાલ હોય, પરંતુ પ્રવૃત્તિમાં એની પરવા ન રાખે, અને હેય-ત્યાજ્ય વસ્તુમાં નિસંકોચ પ્રવર્તે, હેયના આદરના વિચાર છૂટથી કરે, વાણીછૂટથી બોલે, તેમ વર્તન પણ હોંશભેર કરે, તો એ જિનવચન-જિનમતની અવગણના કરી કહેવાય. જિનવચને ત્યાજ્ય બતાવેલું કાર્ય પદાર્થ યા દોષ સેવતાં કોઈ અફસોસી ન હોય, ઉલટું એમાં શાબાશી લેતો હોય, દા.ત. ‘પૈસા કેમ ન કમાવવા જોઈએ ? સંસારમાં બેઠા એટલે વેપારાદિમાં લાગેલા રહેવું જ જોઈએ નહિતર એદી ગણાઈએ.’ આવું આવું માને અને બોલે, એમાં જિનમતની અપેક્ષા કયાં રહી ? એવું આદરણીય જિનમંદિરાદિ પદાર્થ, દેવદર્શન, દયા દાનાદિ પ્રવૃત્તિ કે ક્ષમાદિગુણોના આદરની વાત આવે ત્યારે મોઢું બગાડે, ‘વારે વારે આ શું ?’ એમ બોલે ‘આ કરવા બેસીએ તો સંસાર થોડો જ ચાલી શકે ?' આવું આવું આદરણીયની અહિંચનું માને-બોલે, એ પણ જિનવચનની અવગણના જ છે. આવી જિનમતની બેપરવાઈના પાછળ પૌદ્ગલિક ઈષ્ટ-અનિષ્ટની ખાસી ગડમથલ જ કામ કરતી હોય છે, અને એમાં આર્તધ્યાન સારી રીતે પ્રવર્તતું હોય એ સહજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478