Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 454
________________ આર્તધ્યાનના બીજા લક્ષણો (૨૦૦૯) આમ માણસ ફરિયાદ કરે કે 'મને આર્તધ્યાન બહુ થાય છે, પરંતુ એ જોતો નથી કે એની પાછળ શબ્દાદિ વિષયોની ગાઢ આસકિત લગની અને તાલાવેલી કામ કરતી હોય છે. એનું તોફાન એટલું બધું છે કે કોઈ ધર્મસ્થાનમાં જવા છતાં ય ધર્મ પ્રવૃત્તિ લઈ બેસવા છતાં એ આસક્તિ જીવને સતાવ્યા કરે છે. એટલે ત્યાં પણ આર્તધ્યાન એનો કેડો મૂકતું નથી. ત્યારે જગતમાં એવા જીવો ઘણા છે કે જેમને આ પ્રકારના આર્તધ્યાનની કલ્પના જ નથી. એટલે એનું દુ:ખ પણ નથી. પછી એવાની આખી જિંદગી આર્તધ્યાનમાં જ પસાર થાય એમાં શી નવાઈ ? મૂળ વાત આ છે કે જેને આર્તધ્યાનનો ભય છે અને એનાથી જિંદગી બરબાદ થતી દેખાય છે. માનવભવ જેવો ઉચ્ચકોટિનો અવતાર સતત શુભધ્યાનથી સુસંસ્કારી બનવાને બદલે આર્તધ્યાનથી કસંસ્કારી થતો દેખાય છે. એને એના નિદાનમાં આ જોવું જોઈએ કે જ્યાં સુધી ઈષ્ટ વિડ્યો પર ભારે આસક્તિ છે ત્યાં સુધી આર્તધ્યાન મિટાવી નહિ શકાય. આ નિદાન અંગે આજે જોઈએ તો કેટલી બધી ભયાનકતા દેખાય છે કે આજના વધી ગયેલા સુખ સગવડનાં સાધનો ઉપર વૃદ્ધિ-આસક્તિએ આર્તધ્યાનની જાલિમ આગો સદા સળગતી કરી મૂકી છે. આયદિશમાં મળેલો મનુષ્ય ભવ પૂર્વના કેટલા જીવોની તપસ્યા પછી મળેલો છે. પૂર્વની હલકી યોનિઓમાં ભટકતાં ભટકતાં જીવ ઉર્વીકરાણ કરતો રહ્યો, ઊંચી ઊંચી યોનિઓમાં ચઢતો ગયો અને આજે ઊર્ધ્વકરણની ઊંચી કક્ષાનું મનુષ્ય જીવન પામ્યો. હવે વિચારવા જેવું છે કે આ જીવનમાં આગામી વિશેષ ઊર્ધ્વીકરણના પગરણ મંડાઈ રહ્યા છે? કે અધ:પતનના પગરણ મંડાઈ રહ્યા છે ? કોઈ પણ સુજ્ઞ માણસ એમ નહી કહી શકે કે નાશવંત જડ પદાથોનું ઘેલું અને ભય ચિંતા-સંતાપ કે મદ-ઉન્માદ-હર્ષઘેલછાભર્યા આર્તધ્યાન મનુષ્યને ઊર્ધ્વકરણના માર્ગે લઈ જાય છે. એ તો એમજ કહે કે આમાં તો આત્માના સ્પષ્ટ અધ:પતન તરફ પગલાં મંડાઈ રહ્યા છે. જ્યાં પશુ-જીવનથી કોઈ વિશેષતા ન હોય બલ્ક પશુ કરતાં કંઈ ગુણી આંધળી જડાસકિત વિષયાસક્તિ અને ભ્રાન્ત સુખોની ઘેલછા હોય ત્યાં પશુની જેમ અધ:પતનનાં માર્ગે પ્રયાણ સિવાય બીજું શું કહી શકાય? ત્યારે જન્મોના પ્રયત્ન ઊર્ધીકરણ રૂપે ઊંચો મનુષ્ય અવતાર વિશિષ્ટ બુદ્ધિ, શક્તિ અને કંઈક અંશે પાણ ધર્મ-સમજ મળ્યા પછી અધ:પતનના માર્ગે દોટ મૂકાય એ કેટલી બધી મૂર્ખતા ભરી અને શોચનીય દુર્દશા જાતે જ ઉભી કરવાની થાય ? આ શાને પાપે ? કહો કે મરતાં અવશ્ય ખોવાઈ જવાના નાશવંત શબ્દાદિ વિષયોની આસકિતના પાપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478