Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 452
________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ =(૨૦૭) પણ એના બદલે ઘોડાનો અવતાર કેમ પામ્યો ? આ જ કારણે, કે વ્યાપારમાં એ બહુ રચ્યો પચ્યો રહેતો, 'કયાં કયો માલ સસ્તો મળે છે. ક્યાં ક્યો ઊંચા ભાવે વેચાય છે ? બજારમાં ક્યા માલની વધારે આવક છે?' વગેરે વગેરેની ખબર મેળવવી, માલ લેવરાવવો, વેચાવવો, મોકલવો, મંગાવવો, વગેરેમાં પરોવાયો રહે. એથી અંતરમાં આર્તધ્યાન બહુ. એનાં યોગે તિર્યંચગતિનું આયુષ્યકર્મ અને બીજાં કર્મ બાંધી બીજા જન્મે ઘોડા તરીકે અવતર્યો. પૂછો પ્ર૦- જિનપ્રતિમા ભરાવવાનો ને પ્રતિષ્ઠા કરાવવાનો મહાન ધર્મ કરેલો તે ન બચાવે ? કહે છે ને કે “દુર્ગતિમાં પડતાને ધારી રાખે તે ધર્મ.” ઉ૦- વાત સાચી કે ધર્મ દુર્ગતિમાં પડતા ને બચાવે પરંતુ સાથે વિરુદ્ધ વર્તન ન હોય તો. બોલો ઔષધ શું કરે ? રોગ મટાડી આપે ને ? પરંતુ સાથે કુપથ્ય સેવે તો ? ન્યુમોનિયા તાવ હોય, અકસીર દવા ખાય, પરંતુ સાથે પંખાની હવા ખાય તો ? રોગ ક્યાંથી મટે ? સંગ્રહાગીના ઝાડા થતાં હોય, દવા તો ઉમદા ખાય, પણ સાથે વાલ ખાઈ લે તો ? દરદ ન મટે. કુપથ્ય ટાળી દવા ખાય તો જ આરોગ્યની પ્રાપ્તિ થાય. એમ પાપ ટાળી ધર્મ સેવે તો સદ્ગતિ પામે. ધર્મ એ દવા છે, પાપ કુપથ્ય છે. પાપ છોડીને ધર્મ સેવે તો પાપનાં ફળ દુર્ગતિ અટકી, ધર્મનાં ફળ સુખસદ્ગતિ મળે. પાપ ન છૂટે તો ધર્મ નકામો ? :પ્ર- તો પછી અમારાથી પાપ છૂટતાં ન હોય તો ધર્મ કરવો નકામો ? ઉ0- ના, નકામો નહિ, ધર્મનાં ફળ મળવાનાં, પરંતુ પાપનાં ય ફળ મળવાનાં. દાન દીધું તો લક્ષ્મી મળશે, પણ બીજાના અનાદર કર્યા, તો દૌર્ભાગ્ય પણ મળશે, એટલે પૈસા છતાં બીજાને તમારા પગલાં ન ગમે, સાથે બેઠા હો એ ગમશે નહિ. ધર્મ કરવાથી સાથે કરેલાં પાપને બચાવ નથી મળતો કે એ પાપ માફ થાય. ધર્મ કરનાર એમ સમજે છે કે “અમે ધર્મ કરીએ છીએ એટલે હવે અમારાં સંસારી પાપ ધોવાઈ જશે.” જો આ સમજ ન હોય તો પાપમાં ઓછપ કરવાનું કેમ ન કરે? કયારે આ પાપ સર્વથા છોડી ચારિત્ર લઉ” એવી ભાવના કેમ ન કરે ? ધર્મના ઓઠા હેઠળ એવી નિરાંત હોય કે પાપ કરડતાં ન હોય, પછી એ છોડવાનું મન શાનું થાય ? માટે આ કરો. “પાપનો ભારે ઉગ રાખી એ ઘટાડવા પ્રયત્ન રાખો”. * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478