Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 453
________________ ૨૧ આર્તધ્યાનના બીજા લક્ષણો જીવનમાં કેવી કેવી બાબતો પાછળ આર્તધ્યાન પ્રવર્તતું હોય છે, એનો સુંદર ખ્યાલ આપણને ધ્યાનશતક શાસ્ત્ર આપે છે. એ ખ્યાલમાં લઈએ તો આપણે એની અનભિજ્ઞતા આણજાણપણામાં જે વારંવાર એ બાબતો સેવી આર્તધ્યાનને પોષવા દ્વારા તિર્યંચગતિયોગ્ય કર્મ બાંધતા હોઈએ, ત્યાં ઊભા રહી જવાય, એ બાબતોને અટકાવી દેવાય, અને આપણા અજ્ઞાન-ભોળા આત્માને આર્તધ્યાનથી બચાવી લેવાનું કરાય. જુઓ આવી કયી કયી બાબતો વિચારી ગયા ? કોઈ મનગમતી ચીજ જવા-બગડવા કે ન મળવા અંગે યા અણગમતી વસ્તુ આવી પડવા યા ન જવા અંગે. (૧) આકંદ, (૨) પોક મૂકયા વિના દીન હીન બની અશુપાત, (૩) વાણીમાં દિલનો ઉકળાટ-બેચેની, (૪) સ્વશિરસ્તાડન આદિ, (૫) સ્વકાર્ય ન ગમતાં એની નિન્દા, હૃદયોગ, (૬) અન્યનાં કાર્ય-વૈભવ-દુન્યવી હોશિયારી પર ચકિતતા, આકર્ષણ, (૭) વૈભાવાદિની ચાહના, (૮) વૈભવાદિ પાછળ દોડધામ. આ બધી આર્તધ્યાનથી પ્રગટતી બાબતો છે. એવી બીજી પણ ચાર બાબતો ધ્યાનશતક શાસ્ત્ર બતાવે છે. સઈ વિસયગિદ્ધો સદ્ધમ્મપમુહ પમાયપરો છે જિણવયણમણકખંતો વટ્ટઈ અદ્રુમિ ઝાણંમિ છે (૧) શબ્દાદિ વિષયોમાં વૃદ્ધિ, (૨) સદ્ધર્મથી પરામુખ (૩) પ્રમાદમાં તત્પર, અને (૪) જિન વચનની પરવા વિનાનો, એ આર્તધ્યાનમાં વર્તતો હોય છે. (૧) જગતમાં મનગમતા સંગીત-સન્માનના શબ્દ, રળિયામણી રૂપાળી ચીજો, કુલ અત્તર વગેરે સુગંધીદાર પદાર્થો, ખાટા મીઠાં વગેરે મજેના રસ, તેમજ મનગમતાં સુવાળાં સ્પર્શ અને સ્પર્શવાળી વસ્તુ, આ બધા ઉપર જો અત્યંત આસક્તિ હોય, જીવનમાં એવા વિષયોનો ભોગવટો તથા એનો સંગ્રહ એજ સારભૂત લાગતો હોય તો સહજ છે કે મને એમાં ને એમાં રમ્યા કરવાનું. આવું હોય ત્યાં મનને એ વિષયોના ટકાવ માટે એની પ્રાપ્તિ-વૃદ્ધિ માટે ક્યારેક કયારેક એકાગ્ર વિચાર પણ આવી જાય એ સ્વાભાવિક છે અને તે આર્તધ્યાનરૂપ બની જાય છે. આવું મનપસંદ ગમતું હોય એટલે સહેજે પસંદગીથી વિરૂદ્ધ આવી જતાં મનને વ્યાકૂળતા થવાની. એ કયારે ટળે અને ફરીથી ન આવે એવી કાંક્ષા પણ રહેવાની. એનું પરિણામ અનીટ વિયોગાનુબંધી આર્તધ્યાન ઊભું થવાનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478