Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 451
________________ (૨૦૬) ધ્યાન અને જીવન ક્રોધથી ધમધમતો ખેંચી લાવે છે, ને પ્રભુ પર તેજલેશ્યા મૂકાવે છે. એ પેલા કર્મને ઉદયમાં લાવવા નિમિત્ત બને છે અને ત્યાં દાહની પીડા ઊભી થાય છે. ચંદનબાળાના અભિગ્રહમાં કર્મ-ભવિતવ્યતાનું સંમિલિત કાર્ય જુઓ. મહાવીર ભગવાને અભિગ્રહ કર્યો છે કે રાજકુમારી હોય, માથે મૂડી હોય, પગમાં બેડી હોય... તો ભિક્ષા લેવી.’ હવે જ્યાં સુધી અશુભ કર્મ ઉદયમાં છે ત્યાં સુધી તેવી ભિક્ષા નથી મળતી. છ મહિનામાં પાંચ દિવસ બાકી છે ત્યારે ભિક્ષા મળવાનું પુણ્ય ઉદયમાં આવે છે, લાભાંતરાયનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. હવે એનું કામ તો એ કે ગમે તે કોઈ x y z વ્યક્તિ પાસેથી ભિક્ષા મળે. પરંતુ અહીં ચંદનબાળા જ એ અભિગ્રહ પૂરે છે એ ભવિતવ્યતાવશે.ત્યારે ચંદનાને દાન માટે આવા ભગવાન મળે છે એ એનાં પ્રબળ શુભ કર્મનો ઉદય. પરંતુ વીર પ્રભુ જ મળે એ ભવિતવ્યતા. બસ, આ વાત છે, કાળ કર્મ ભવિતવ્યતાનાં બળનો જાગતો વિચાર રખાય તો દિનભરમાં દીનતા અનુકૂળ પ્રતિકૂળ પર આર્તધ્યાન કરવાની જરૂર નહિ, પોતાનું કાર્ય નરસું લગાડવાની કે બીજાનું પ્રશંસવાની જરૂર જ નહિ, કેમકે વસ્તુ કાળ કર્મભવિતવ્યતાના અનુસારે થાય છે, પછી ચાહ્ય આપણી હોય કે બીજાની હોય. ‘બાહ્ય પ્રાપ્તિમાં જ્યાં આપણું કે બીજાનું ચલણ નહિ, ત્યાં મનને શું ઓછું વધારે લાવવું?” આ ધ્યાનમાં રહે એટલે આર્તધ્યાન અટકે, ધ્યાન અને જીવન’ ના વિષયમાં આર્તધ્યાનમાં લક્ષણ સમજવા જેવાં છે. ગમતી વસ્તુ ય આર્તધ્યાન કરાવે છે, ને અણગમતી ય કરાવે છે. અંતરમાં એ ચાલતું હોય એનાં બહાર બહુ પ્રશંસા કરતો ફરે, યા પોતાના જ આણગમતા કાર્યની બહાર નિંદા કરે, આ કંઈ ઠીક ન થયું, આપણને બરાબર આવડ્યું નહિ, કે ગમતું બગડ્યા પર બહાર બળાપો કાઢ્યા કરે, બીજાના વૈભવ વિલાસ સત્તા સન્માન પર આશ્ચર્ય પ્રગટ કર્યા કરે, એના ગુણ ગાય. આ બધાં લક્ષણ અંદરમાંના આર્તધ્યાનનાં છે. વેપાર ધંધા માટે બહુ દોડાદોડ કરે, એમાં રચ્યો પચ્યો રહે, એ પણ અંતરમાં આર્તધ્યાન હોવાનું સૂચવે છે. આર્તધ્યાન તિર્યંચગતિનાં ભાતાં બંધાવે છે. જાણો છો ને ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીએ પેલા ઘોડાને પ્રતિબોધ કરેલો ? એ ઘોડો પૂર્વે કોણ હતો ? સાગરચંદ્ર શેઠ હતો, મોટો વેપારી. આમ તો એ શૈવધર્મી પરંતુ એણે જૈન મિત્રના સંયોગથી મહારાજનાં વ્યાખ્યાનમાં સાંભળ્યું, 'જિનપ્રતિમા ભરાવે એને ભવાંતરે (બોધિ) જૈનધર્મ સુલભ થાય’ એ સાંભળી ભવાંતરમાં ધર્મ નકકી કરાવવા એણે ભગવાનની વિધિપૂર્વક પ્રતિમા ભરાવેલી, અને વિધિપૂર્વક એની પ્રતિષ્ઠા કરાવેલી. તો એથી તો એ સ્વર્ગના દેવભવ સારો મનુષ્યભવ પામે જ ને? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478