Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 450
________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ (૨૦૫) કાર્ય બનવામાં પાંચ કારણ છે. દરેકની વિશેષતા છે, કર્મ પણ કારણ છે, કાળ સ્વભાવ પુરુષાર્થ પણ કારણ, અને ભવિતવ્યતાય કારણ છે. પાંચ કારણો પોતપોતાના સ્થાનમાં બળવાન છે. કર્મ માનવ ભવ આર્યકુળ વગેરે સામગ્રી આપે, તો જ પુરુષાર્થ ચારિત્ર પમાડી શકે, સામગ્રી પમાડવા જેટલા અંશે કર્મ બળવાન. જીવ સારા પુરુષાર્થ કરે તો જ સારાં કર્મ ઊભાં થાય અને પાપકર્મોનો ધ્વંસ થાય એટલા અંશે પુરુષાર્થ. બળવાન થયો. બંને છતાં જીવ કોરડુ મગને ન રાંધી શકે. ત્યાં સ્વભાવની બળવત્તા થઈ, ત્રણેય છતાં ગોટલો વાવી જીવ આજ ને આજ કેરી ન ઉગાડી શકે, ત્યાં બળવાન કાળ થયો. એનો કાળ થાય ત્યારે જ એ પાકે, ને કેરી આપે. આમ, ભવિતવ્યતા અવળી હોય તો બીજો ચાર કારણોનું કાંઈ ન ચાલે અને ભવિતવ્યતા કરે તે થાય. મહાવીર ભગવાને ગોશાળાને તેજલેશ્યા શિખવી. કેમ વારું ? ભગવાન ભૂલ્યા ? ના, જરાય ભૂલ્યા ન કહેવાય, આશાતના લાગે. ભગવાન તો માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી અવધિજ્ઞાની હોય છે. એમાં વળી દીક્ષા લેતાં મન:પર્યાય જ્ઞાન પ્રગટે છે. શાના પર? ચિત્તની અત્યંત વિશુદ્ધિ ઉપર. એટલા બધા ચકોર, સાવધાન અને સાધના તન્મય છે કે ઉપસર્ગની પીડા વખતે પણ પોતાના તસ્વધ્યાનમાં એકતાન રહે છે. એટલા બધા જાગ્રતું અને સાવધાન પ્રભુ ભૂલે ખરા? તો પછી એમણે અપાત્ર ગોશાળાને કેમ તે જોવેશ્યાની વિદ્યા આપી? કહો ભવિતવ્યતા જ તેવી હતી. ભવિતવ્યતાનું અનુસંધાન જુઓ એટલે સમજાશે. આગળ ઉપર ભગવાનને કેવળજ્ઞાન પછી દાહની પીડા ભોગવવાની છે. પરંતુ એનું કર્મ ઉદયમાં ક્યારે આવે ? તેજલેશ્યા જેવું કાંઈ આવી પડે ત્યારે જ ને ? ત્યારે એવું આક્રમણ ગોશાળા વિના બીજો કોણ કરે ? તે ગોશાળાને તેજલેશ્યાની વિદ્યા આવડ્યા વિના એ તેજલેશ્યા મૂકે શી રીતે ? બસ ભવિતવ્યતામાં આ ભાવ નક્કી થઈ ગયેલા કે ભગવાન પૂરા સાવધાન છતાં એમનાથી ગોશાળાને તેજલેશ્યા મળે, અને એનું અનુસંધાન આગળ ઉપર ભગવાનના અશાતાવેદનીય કર્મના ઉદય સાથે થાય. તો પૂછો, - પ્ર - એમ ન કહેવાય કે ભગવાનના આ કમેં ભગવાનને તેજલેશ્યા શીખવવા પ્રેર્યા ? ઉ૦ ના, આ કર્મનું કામ તો માત્ર પીડા આપવાનું છે, ને તે પણ એ કર્મ ઉદયમાં આવે ત્યાં જ પોતાનું કામ કરે. એમ ને એમ સત્તાગત યાને સિલિકમાં પડી રહેલ કર્મની કશી અસર નહિ. એટલે ભગવાનને તેજલેશ્યા શીખવવા પ્રેરનાર તરીકે ભવિતવ્યતા જ માનવી પડે. તેમજ પછીથી પણ ભવિતવ્યતા પ્રભુ આગળ ગોશાળાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478