Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 448
________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ ૨૦૩ છે. દુષ્કૃતગમાં પોતાનાં જનમ જન્માંતરનાં વિષયસેવાદિ દુષ્કૃત્યોની ગર્હ નિંદા કરે છે. કૃષ્ણજીની લેશ્મા ફરી : પરંતુ હવે જ્યાં મૃત્યુ સમય આવી લાગે છે ત્યાં લેશ્યા ફરી જાય છે. કારણ એક જ કે પૂર્વે નરકનું આયુષ્ય બાંધી દીધું છે, અને નિયમ છે કે દેવ નરકની લેશ્યા તેડવા આવે, એટલે ત્રીજી નરકમાં જવાનું હોવાથી એની ક્રૂર લેશ્યા અહીં અંતિમકાળથી શરું થઈ જાય છે. એમાં નિમિત્ત આ મળ્યું કે સુકૃતાનુમોદન-દુષ્કૃતગહ કરતાં કરતાં દ્વૈપાયન તાપસ પર નજર ગઈ, અને એના પર ગુસ્સો ઊઠી આવ્યો, ‘હેં ? મારી દ્વારિકા બાળી નાખી ? હરામખોર ! છોકરાની થોડી ભૂલમાં આ ભયંકરતા સરજી ? વાંક છોકરાનો હતો એમાં આખી દ્વારિકાના લોકોને વિના વાંકે બાળી નાખવાની પિશાચલીલા ? દુષ્ટ ! શું સમજે છે ?...' ચડ્યા રૌદ્રધ્યાનમાં. સામાના ગુન્હે પણ ગુસ્સો ન કરાય ઃ જુઓ આપણે કહીએ છીએ કે ‘આપણો ગુનો જરાય ન હોય અને સામો જુલ્મ કરે તો એ કેમ સહાય ? પછી એના પર ગુસ્સો થાય એમાં શો વાંધો ?' આવું આપણને લાગે છે.પરંતુ આ લાગે ત્યાં ઝ કૃષ્ણજી પર નજર કરવી કે કૃષ્ણજી આ મૂર્ખ ધોરણ પર ગુસ્સો કરવા ગયા. કૈપાયનનો જુલ્મ ન સહી શક્યા, અને એના પર કૃષ્ણલેશ્યામાં ચડ્યા તો વાંધો કેટલો બધો આવ્યો ? શાસ્ત્ર કહે છે કે એ મરીને ત્રીજી નરકે ગયા. આ સૂચવે છે કે બીજાના ગુન્હા પર પણ આપણને ગુસ્સો કરવાનો અધિકાર નથી. નહિતર એ ગુસ્સાની સજા અવશ્ય મળવાની. કર્મ બળવાન છે. : પૂર્વે બંધાઈ ચુકેલા આયુષ્ય કર્મના લીધે ત્રીજી નરકે ઉતરી જવું પડ્યું. ત્યારે કર્મ કેવાં બળવાન છે એ જુઓ. કૃષ્ણજીના મર્યા પછી બળવદેવજી મોહવશ કૃષ્ણને જીવતા માની છ માસ સુધી એમનું મડદું ખભે લઈને ફર્યા ! આ પણ મોહનીય કર્મની બળવત્તા કે બળદેવજી જેવા ડાહ્યાને દિવાના બનાવે. અંતે દેવતાના પ્રયાસથી સમજ્યા, મડદાને અગ્નિસંસ્કાર કરી વૈરાગ્ય પામી ચારિત્ર લીધું, પાળીને આયુષ્ય પૂર્ણ થયે પાંચમા દેવલોકે દેવ થયા. અધિજ્ઞાનથી જુએ છે કે ભાઈ ક્યાં ? ત્રીજી નરકમાં જોઈ ત્રાસ પામ્યા કે ‘અરરર ! આટલું બધું ભયંકર દુઃખ ?’ બચાવવા માટે ગયા નીચે. નરકમાંથી કૃષ્ણજીને ઉઠાવે છે. મહાન શક્તિશાળી દેવ છે કહો બચાવી શકે ને ? ના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478