Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 446
________________ I કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ || (૨૦૦૧) ફણગજીને વેદના વખતે કેમ ભાઈ યાદ ન આવ્યો ? ભવિતવ્યતા ક્યાં સુધી કામ કરી ગઈ કે બળવેદવજી હજી આઘે છે એમાં જ અહી કૃષ્ણજીની જીવનબાજી સંકેલાઈ જાય છે ! જે મોટાભાઈ પર કૃષ્ણજીની ભારે પ્રીતિ છે એ દૂર હોય અને પોતાને તીવ્ર મરણાન્ત વેદના ઉપડે, ત્યાં ભાઈ યાદ ન આવે ? મનને શું એમ ન થાય કે “ઓ મોટાભાઈ ! આ તમે ક્યાં ગયા છો ? હું મરી રહ્યો છું. “ના, કૃષગજીને ભાઈ યાદ નથી આવતા. કેમ વારું ? કૃષ્ણજીનું ક્ષાયિક સમ્યગ્દર્શન અહીં ઝળહળે છે. એમને એ સમત્વ કાળ કર્મ અને ભવિતવ્યતાની અકાટયતા પરખાવી રોદણાં રોવાનું મુકાવીને જીવન કર્તવ્યમાં સાબદા સાવધાન કરી દે છે. એવી તીવ્ર વેદના વખતે જીવન-કર્તવ્ય શું? આ, કે વારંવાર અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવું “પંચસૂત્ર' શાસ્ત્ર કહે છે, “ભુજ ભુજજો સંકિલેસે' જ્યારે જ્યારે રાગ દ્વેષનો સંકલેશ હોય, ચિત્તક્લેશ હોય ત્યારે ત્યારે વારંવાર શરણનો સ્વીકાર, દુષ્કતગહ અને સુકૃતાનુમોદના કરવી.” મન રાગદ્વેષમાં પડ્યું હોય એને એના બદલે આ ત્રણ સ્થાને લગાવવું. રાગ કે દ્વેષ થાય એ કોઈ પદાર્થ કે પ્રસંગ ઉપરથી ઉઠાવી આ ત્રણમાં પરોવવું. (૧) પહેલું તો મનને અરિહંત-સિદ્ધ-સાધુ અને સર્વજ્ઞોક્ત ધર્મ પર લગાવવાનું, અને મનથી એ અરિહંતાદિનું શરણ સ્વીકારવાનું. હૃદયથી બોલવાનું કે હે અરિહંતદેવ! હે સિદ્ધભગવાન! હે સાધુ-મહાત્મા ! હે સર્વજ્ઞકથિત ધર્મ ! મારે તમારું જ શરણ છે. વર્તમાન સંયોગમાં શું કરવું? મારા આત્માને રાગદ્વેષથી કેમ બચાવવો? વગેરેનો હું અજાણ છું. તેથી મારે તમારાથી બચાવે છે, તમારું જ શરણ છે.” “અરિહંતા મે સરણું, સિદ્ધા મે સરણ..' આમ વારંવાર વિચારે.” (૨) બીજું, મનથી આ જીવન અને પૂર્વ જીવનોનાં દુષ્કૃત્યોની હાર્દિક પશ્ચાત્તાપ સાથે નિંદા ઘણા કરે, અને (૩) મનથી અરિહંત ભગવાનથી માંડી નીચે ઠેઠ માર્ગાનુસારી જીવોનાં સુકૃતોની અનુમોદના કરે. તાત્પર્ય, મનને શરણસ્વીકાર, દુષ્કતગહ, સુકૃતાનુમોદનમાં લગાવવાથી પેલા રાગ કે દ્વેષનું મન પર Tension દબાણ ઓછું થઈ જશે, અને જીવનનું કર્તવ્ય આ જ લાગશે કે રાગ દ્વેષથી બચવું. ઉપદેશરહસ્ય' નામના શાસ્ત્રમાં પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે ઉપદેશનાં રહસ્યો બતાવી અંતે સર્વસારરૂપે આ કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478