Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 424
________________ આર્તધ્યાન રોકવા ઉપાય | ( ૧૭ ) રૂપિયાની વ્યાખ્યાન વાણી જો મનને થયા કરે કે કોઈ જોડા તો નહિ ઉપાડી જાય?' અથવા ‘પેલી વાર જોડા ઉપડી ગયેલા, આજે લાવ્યા જ નથી એટલે ઠીક થયું,” તો એ અંતરમાં ભૂતકાળનું આર્તધ્યાન હોવાનું સૂચવે છે. ખબર છે ને કે ભૂતકાળની વસ્તુ-સંબંધી ય આર્તધ્યાન હોય” “પહેલાં અનિષ્ટ બનેલું એ ઠીક ન થયું,’ આ સ્મરણની પાછળ અંતરમાં આર્તધ્યાન છે. બનાવ ભૂતકાળમાં બની ગયેલ, પરંતુ એનો ખટકો-અર્તિ-પીડા જો અત્યારે થાય છે, તો એ વર્તમાનમાં જ ભૂતકાળ સંબંધી આર્તધ્યાન છે. પોતાના કાર્ય વખોડવામાં આર્તધ્યાન :| વિચારવા જેવું છે કે જીવનમાં આર્તધ્યાનનાં ઉત્થાન કેટલી વાર ? ડગલે ને પગલે, કે કોક વાર ? શાસ્ત્ર કહે છે કે પોતાનાં કાર્યને વખોડવાનું અને બીજાનાં કાર્યને વખાણવાનું બનતું હોય તો એ પણ અંદરનાં આર્તધ્યાનનું ચિહ્ન છે. દા.ત. માને કે ‘આપણને ભાઈ ! કપડાં ધોતાં એવું ન આવડે. પેલો સરસ ધુએ છે;' યા સાધુને ય જો થાય કે “આપાગું વ્યાખ્યાન સામાન્ય, પેલાનું હાઈક્લાસ.' તો આ પણ આર્તધ્યાનના ઘરનો શબ્દ છે. ત્યારે પૂછો, પ્ર૦-મારું બરાબર નહિ, ને બીજાનું સારું-આ તો નિરભિમાન અને ગુણાનુવાદના શબ્દો છે, આમાં આર્તધ્યાન શાનું ? ઉ૦-આર્તધ્યાન એથી, કે અંતરમાં પોતાનું કાર્ય ઈષ્ટ નહિ એની પીડા છે. અનિષ્ટસંયોગ ક્યાં થયો ?’ એના પર દુઃખથી મન પર લાગ્યું, એકાગ્ર થયું, એ આર્તધ્યાન નિરભિમાન અને આર્તધ્યાનમાં ફરક - મારાં કાર્યમાં કાંઈ માલ નથી,’ એ શબ્દો નિરભિમાનના ઘરના હોઈ શકે, પરંતુ ત્યાં મન મહાપુરુષોની અપેક્ષાએ જાતની લઘુતા પર લાગેલું છે. ત્યારે અહીં આર્તધ્યાનમાં તો કાર્ય બરાબર ન થયા પર દુઃખથી મન લાગેલું છે. આ બંને વચ્ચે ફરક છે. ૧૯: આર્તધ્યાન રોકવા ઉપાય પૌલિકની બાબત પર હરખ કે દુઃખ-વિષાદ ન જોઈએ, તો જ આર્તધ્યાનથી બચાય. “પોતાને વ્યાખ્યાન બરાબર નથી આવડતું,’ એ પણ ખેદ શાના અંગે છે? શ્રવણથી બિચારા લોકો એવું પામી શકતા નથી એના પર? કે મારો પ્રભાવ નથી પડતો, વાહ વાહ નથી થતી,’ એના પર ? જો રોદણું પ્રભાવ ન પડવા અંગે છે તો એ પૌદ્ગલિક બાબતનો ખેદ છે, માટે આર્તધ્યાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478