Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 442
________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ (૧૯૯૭) સામ્રાજ્ય કેવું કે અનંતાનંત કાળ વહી ગયા, ભરત-ઐરાવત ક્ષેત્રમાં છ છ આરાનો કાળ નિયમિત ચાલ્યા કરે છે વરસોવરસ ૬ ઋતુઓ આવ્યા જ કરે છે. વર્તમાનમાં ય ભૌતિકવાદ, વિલાસવાદ આખા જગત પર કેવા જાલિમ ફેલાઈ ગયા છે ? આધુનિક વિજ્ઞાન શું છે ? કોરા-કકડતા ભૌતિકવાદનો જ નાચ ને ? કે અધ્યાત્મવાદની ઝાંખી ખરી ? ભૌતિકવાદના નશામાં માનવપ્રજાની બેફામ વધેલી તૃષ્ણાઓ પછીથી મોંઘવારી, અછત, લાંચરુશવત લાવે એમાં શી નવાઈ ? આ ફાટેલા આભમાં થિગડાં કયાં લાગે ? ત્યાં આર્તધ્યાત ન કરવાને બદલે જાતને બચાવી લેવાની જ જાગૃતિ જોઈએ. (૨) કર્મબલ : ત્યારે કર્મબળ પણ કેટલું જોરદાર છે? શ્રેણિક ક્ષાયિક સમકિત પામી ચૂકયા છે, તીર્થકર નામકર્મ પણ ઉપાર્જન કર્યું છે, પરંતુ ભગવાન પાસેથી જાણ્યા પછી જ્યારે પ્રભુને વિનંતિ કરે છે કે “મારી નરક મિટાવો. ત્યારે ભગવાન કહે છે શ્રેણિક બંધાઈ ગયેલું આયુષ્યકર્મ તો ભોગવવું જ પડે, એને એમજ નાશ ન થાય. પરંતુ તે મુંઝવાગ ન કરીશ પછીથી તું આ ભરતક્ષેત્રમાં તીર્થંકર થઈ મોક્ષ પામનાર છે.' મહાવીર પ્રભુએ આમાં શ્રેણિકને શું બતાવ્યું ? બાંધેલું આયુષ્ય કર્મ ભોગવવું જ પડે; અર્થાતુ કર્મ બળવાન છે. એકવાર એને માથે ચડાવ્યા, પછી એ પોતાનો ભારે પ્રભાવ દેખાડે છે. દ્વારિકા નગરીના બધા લોકોનાં એવા કર્મ બળવાન હતા કે બધાયને દ્વૈપાયનના કોપના ભોગ બનવું પડયું. ત્યાં કોઈનું કશું ચાલ્યું નહિ. નેમનાથ ભગવાને ભાખ્યું હતું કે આ દ્વારિકા બળીને ખલાસ થશે.' તો કેઈ ભવ્યાત્માઓએ યાવત કૃષગ વાસુદેવની રાણીઓએ ચારિત્રપંથે પ્રયાણ કર્યું. બાકી લોકોએ તપ-જપ-પ્રભુભકિત વગેરે ધર્મ સાધના કરવા માંડી. પરંતુ બાર વર્ષ થયા એટલે માન્યું કે હવે કૈપાયન દેવ દ્વારિકા બાળવાનું ભૂલી ગયો હશે. તેથી હવે મોજ કરો.” એમ કરી પાછા રંગરાગ અને અમનચમનમાં પડયા ! અને ત્યાં દેવતાને છિદ્ર જડયું. દ્વારિકાને ચારે કોરથી સળગાવી, લોકો ભાગી ભાગી બહાર નાસવા લાગે. એમને એવા પવનના સુસવાટાવાવાઝોડા નગર તરફ ફેંકાય કે, બહારથી ઉંચકી ઉચકીને લાવીને નગરની આગોમાં નાખે ! કર્મ બળવાન ત્યાં કોણ બચાવે ? કૃબગ બળદેવ માતા-પિતાને રથમાં લઈને ભાગવા જાય છે. ત્યાં દેવતાએ રથ ભાંગી નાખ્યો. તો માતા-પિતાને ઉંચકીને લઈ જવા માંડયા. પરંતુ આકાશવાણી થઈ; હે કૃષ્ણ ! બળરામ ! મેં માત્ર તમને બચાવવાનું કહ્યું છે એટલે તમે બચશો, બીજું કોઈનહિ બચી શકે.’ હવે શું કરવાનું ? કર્મ બળવાન છે. એ વસ્તુ માતાપિતા સમજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478